Main Menu

ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી માં ભાજપ પેરિત પેનલ નો સફાયો તમામ સીટ પર કોંગ્રેસ પેરિત પેનલ નો ભવ્ય વિજય

ગારીયાધાર માર્કેટિંગ યાર્ડ ની ગઇકાલે તા.13,4,17 નારોજ ચૂંટણી યોજાય ગયેલ જેમાં કોંગ્રેસ તેમજ ભાજપ ના 16 ઉમેદવારો એ ઉમેદવારી નોધાવી હતી,જેનું આજરોજ પરિણામ જાહેર થતા ભાજપ પેરિત ઉમેદવારો ની નાલેશીભરી હાર થઇ હતી,આ ચૂંટણી માં ભાજપ પેરિત એકપણ ઉમેદવાર પોતાની વિકેટ ટકાવી શકયા ન હતા બીજી બાજુ કોંગ્રેસ પેરિત પરિવર્તન પેનલ ના આઠે,આઠ ઉમેદવારો જંગી બહુમતી થી ચૂંટાઈ આવતા કોંગ્રેસપક્ષ માં આનંદ નો માહોલ જોવા મળ્યો હતો.પરિવર્તન પેનલ ના ઉમેદવાર તરીકે શ્રી.ભાવેશભાઈ હરજીભાઈ ગોરસિયા,પરષોત્તમભાઈ મોહનભાઇ ઝાલાવાડીયા, હિતેશભાઈ શભુભાઇ ધોળીયા, લશ્કરભાઈ શામજીભાઈ ધોળીયા,ઘનશ્યામભાઈ પરષોત્તમભાઈ પેથાણી, ભુપતભાઇ જીવરાજભાઈ રાજાણી,પ્રવીણભાઈ મધુભાઈ સાવલીયા, માવજીભાઈ મધુભાઈ સુવાગીયા.આઠેય ઉમેદવારો નો વિજય થયો હતો.