Main Menu

પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સામે ફરીથી અદાલતે વોરન્ટ કાઢયું

ગાંધીનગર : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના ચેક બાઉન્સ કેસ મામલે વધુ એક વોરંટ ઇસ્યું કરવામાં આવ્યું છે. ગત વોરન્ટની બજવણી ન થઇ શકવાના કારણે વધુ એક વોર્ંટ ઇસ્યું કરવામાં આવ્યું છે. મુંબઇ કોર્ટે આ મુદ્દે સંગીન નોંધ લીધી છે અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી સામે વોરંટ બજાવવા રાજ્ય પોલીસવડાને કહેવામાં આવ્યું છે. ગાંધીનગર : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના ચેક બાઉન્સ કેસ મામલે વધુ એક વોરંટ ઇસ્યું કરવામાં આવ્યું છે. ગત વોરન્ટની બજવણી ન થઇ શકવાના કારણે વધુ એક વોર્ંટ ઇસ્યું કરવામાં આવ્યું છે. મુંબઇ કોર્ટે આ મુદ્દે સંગીન નોંધ લીધી છે અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી સામે વોરંટ બજાવવા રાજ્ય પોલીસવડાને કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત કમલમ કાર્યાલય તેમજ જીતુ વાધાણીના કાર્યાલયના સરનામા પર વોરંટ બજાવવાની સૂચના પણ આપવામાં આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે નૈતિકતાની વાતો કરતું ભાજપ આ મામલે કોર્ટનું સન્માન કરવું જોઈએ અને કાર્યાવાહીમાં સહયોગ કરે. આ મામલો ભાજપના પ્રદેશ પ્રમુખને લગતો છે ત્યારે આ વાતને ગંભીરતાથી લેવી જોઇએ.


error: Content is protected !!