Main Menu

Joi લાવી રહયુ છે હજુ ઘણી ધમકેદાર 0ffar

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના આદેશ પર રિલાયન્સ જિઓએ આજે પોતાની સમર સરપ્રાઈઝ ઓફર બંધ કરી દીધી છે. પરંતુ ટૂંકમાં જ વધુ એક ધમાકેદાર ઓફર લાવવાની જાહેરાત પણ કરી છે. જિઓની વેબસાઈટ અને માય જિઓ એપ પર કહેવામાં આવ્યું છે કે, (અમે અમારા ટેરિફ પેક્સ અપડેટ કરી રહ્યા છીએ અને ટૂંકમાં જ વધુ શાનદાર ઓફર લાવવા જઈ રહ્યા છીએ.)આ જાહેરાતથી કહેવાય છે કે, જિઓ પોતાના એ ગ્રાહકો માટે પણ શાનદાર ઓફર લાવવા જઈરહી છે જે રવિવારે 9 એપ્રિલ સુધી યોગ્ય રિચાર્જ કરાવીને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ નથી લઈ શક્યા. સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત જિઓએ પોતાના પ્રાઈમ મેમ્બર્સ માટે ફ્રી સર્વિસીસની મર્યાદા ત્રણ મહિના વધારી દીધી છે. સમર સરપ્રાઈઝ ઓફર લેનાર ગ્રાહકો પાસેથી જિઓ હવે એપ્રિલના બદલે જુલાઈથી પૈસા વસૂલવાનું શરૂ કરશે.ઉલ્લેખનીય છે કે, 9 એપ્રિલ સુધી જે ગ્રાહકોએ સમર સરપ્રાઈઝ ઓફર નથી લીધે તેના માટે હવે જિઓ વધુ શાનદાર ઓફર લાવવાની વાત કરી રહ્યું છે. જોવાનું એ રહેશે કે, હવે તે શું ધમાકો કરે છે.