Main Menu

દસ ના સિક્કાઓ ઇન્કાર કરશે તો તેની સામે રાજદ્રોહનો કેસ દાખલ થઇ શકશે

નવીદિલ્હી, તા. ૯ : આરબીઆઈ દ્વારા દેશભરના અલગ અલગ રાજ્યો અને તેના શહેરોમાં રૂપિયા ૧૦ના સિક્કા બનાવટી હોવાની અફવા ચાલી રહી છે તેને લઇને સ્પષ્ટતા કરવામાં આવી છે કે અલગ અલગ ડિઝાઈનોમાં જોવા મળતા રૂપિયા ૧૦ના તમામ સિક્કાઓ એ ચલણમાં માન્ય છે. આરબીઆઈ દ્વારા આ સ્પષ્ટતા એ સમયે કરવામાં આવી કે જ્યારે દેશભરમાંથી અલગ અલગ બેંકો દ્વારા પણ કેટલાક કિસ્સાઓમાં રૂપિયા ૧૦ના સિક્કાઓ લેવાનો ઇન્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદો છેક આરબીઆઈ સુધી પહોંચી તે સમયે આરબીઆઈ તરફથી આજે વધુ એક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આરબીઆઈએ કહ્યું છે કે, આરબીઆઈ દ્વારા અલગ અલગ ડિઝાઇનોમાં ૧૦ના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. બેકનું કહેવું છે કે, શેરાવાલીના ફોટાવાળા સિક્કા, સંસદની તસ્વીરવાળા સિક્કા, વચ્ચે ૧૦ લખેલા સિક્કા, હોમીભાભાની તસ્વીરવાળા સિક્કા, મહાત્મા ગાંધીની તસ્વીરવાળા સિક્કા સહિત અન્ય તમામ સિક્કાઓ આજે પણ ચલણમાં માન્ય છે. આરબીઆઈએ અલગ અલગ પ્રસંગોએ આ સિક્કાઓ બહાર પાડેલા છે. આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય ચલણમાં આ માન્ય સિક્કાઓ લેવાનો હવે જો કોઇ પણ ઇન્કાર કરશે તો તેની સામે રાજદ્રોહનો કેસ દાખલ થઇ શકશે અને એ જો આમ કરે તો આઈપીસીની કલમ ૧૨૪-૧ હેઠળ આ ગુનો તેની સામે દાખલ થઇ શકે છે.

દેશભરમાં રૂપિયા ૧૦ના સિક્કાને લઇ દુકાનદારો અને લોકો પણ આ સિક્કાઓ લેવાનો ઇન્કાર કરી રહ્યા હતા. મોટાભાગના લોકો એમ કહેતા હતા કે, ૧૦ના સિક્કાઓ માં એક તરફ ૧૦નો આંક છે અને બીજી તરફ અશોક સ્તંભ છે. આજ સિક્કાઓ માન્ય છે અન્ય નહીં આ સંબંધમાં આરબીઆઈની તરફથી આજે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ૧૦ના બજારમાં જોવા મળતા તમામ સિક્કાઓ એ સરકાર માન્ય અને ભારતીય ચલણ અધિકૃત ચલણ છે તેને સ્વીકારવા કોઇ ઇન્કાર કરી ન શકે.