Main Menu

રાળા ગામની તરૂણી કુંવારી માતા બની

 અમરેલી ના ઘુમરાળા ગામની તરૂણી કુંવારી માતા બની

અમરેલી : બાબરાના ધુધરાળાનો તરૂણી કુંવારી માતા બન્‍યાનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. ધુધરાળા ગામની ૧૭ વર્ષની બાવાજી તરૂણીને આજે પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તેને સારવાર માટે અહીંની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી જયાં તેને બાળકને જન્‍મ આપતા પરિવારજનો દ્વિધામાં મુકાયા હતા. તરૂણીની સ્‍થિતિ નિવેદન આપી શકે તેમ ન હોય પોલીસે તેના પિતાનું નિવેદન લીધું હતુ પરંતુ તેના પિતાએ તેની પુત્રી કઇ રીતે કુંવારી માતા બનીઅને તેની સાથે કોણે દુષ્‍કર્મ આચર્યુ તેની ખબર ન હોવાનું જણાવ્‍યું હતું. આ તરૂણી પર દુષ્‍કર્મ આચરીને કુંવારી માતા બનાવી દેનાર નરાધામ શખ્‍સ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેની માગણી ઉઠી છે.

✍✍✍✍✍✍


error: Content is protected !!