Main Menu

ભાવનગરન માં ગુજરાત પોલો કપનું ભવ્ય આયોજન ઉદઘાટન માં સન્ની લિઓનીનું પર્ફોમન્સ

ભાવનગરના આંગણે ગુજરાત પોલો કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ ગુજરાત પોલો કપ જવાહર મેદાન ખાતે 7 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી આયોજિત છે. જેમાં કુલ 6 ટિમ ભાગ લઇ રહી છે. ભાવનગર એટલે  જેની બીજી ઓળખાણ કલાનગરી, ત્યારે ગુજરાત પોલો કપનો શુભારંભ ભાતીગળ રાસ ગરબા સાથે થયો, જેમાં ભાવનગરની કલાવૃંદ કલાપથ સંસ્થા દ્વારા ગુજરાતી તેમજ હિન્દી ગીતો પર રાસ રજુ કર્યો હતો. ગુજરાત પોલો કપના ઉદ્દઘાટન પ્રસંગે ભાવનગરમાં સૌપ્રથમ વાર બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી સન્ની લિઓની ઉપસ્થિતિ રહી હતી, [wpdevart_youtube]GvzG5IW6IzE[/wpdevart_youtube]ખાસ તેના પરફોર્મન્સને નિહાળવા ભાવનગરની જનતા પણ ઉત્સુક રહી હતી. હાલ એક અનોખા અંદાજ સાથે ગુજરાત પોલો કપનો પ્રારંભ થઇ ચુક્યો છે. ભાવનગર બાઈકર્સ ક્લબ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ગુજરાત પોલો કપના શુભારંભને ભાવેણાવાસીઓએ ખુબ જ ઉત્સાહ સાથે આવકાર્યો છે. જેમાં આયોજનને સફળ બનાવવા અને ભાવનગરમાં ગુજરાત પોલો કપનું આયોજન કરી ભાવનગરને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરવા ચેમ્પિયન પોલો લીગના સ્થાપક ચિરાગ પારેખ મહેનત કરી રહ્યા છે,