Main Menu

ભાવનગર પોલીસે તડીપાર શખ્સ ને પિસ્તોલ કાટીસ સાથે જડપયો

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સા.શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ. ઠાકર સા.ની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ પોલીસ ઇન્સ શ્રી કે.સી.ઝાલા તથા હેડ કોન્‍સ. જે.પી. બોરણા તથા એસ.એમ.ગોહિલ તથા પોલીસ કોન્સ. વનરાજભાઇ ભાભલુભાઇ ખુમાણ તથા જયરાજસિંહ વજુભા જાડેજા તથા વિજયભાઇ નાગજીભાઇ વેગડ તથા હિરેનભાઇ જગજીવનભાઇ મકવાણા તથા વનરાજસિંહ ગોરધનભાઇ પરમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો રામનવમીના તહેવાર સબબ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન ખારગેટની આગળ તોપનાકાના ચોક માં અગાઉ તડીપાર થયેલ રાજુ ઉૃફે રાવણો ભુપતભાઇ વાઘેલા રહે. ક.પરા રાણીકા ગેટ પાસે ભાવનગરવાળો શંકાસ્પદર જણાતા તેને ચેક કરતા તેના કબ્જામાંથી ગે.કા. કોઇ આધાર કે પરવાના વગર એક પિસ્તોલ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા ચાર જીવતા કાર્ટિસ કિ.રૂ.૪૦૦/- સહીત કુલ રૂ. ૩૦,૪૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા મજકુર વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબની ઘોરણસરની કાર્યાવહિ કરેલ છે.
આમ ભાવનગર ગંગાજળીયા પોલીસ સ્ટેશનની ટીમને ગે.કા. પિસ્તોલ-૧ તથા જીવતા કાર્ટિસ નંગ-૪ કિ.રૂ.૩૦,૪૦૦/-ના મુદામાલ સાથે રાજુ ઉર્ફે રાવણાને પકડી પાડવામાં સફળતા મળેલ છે.






error: Content is protected !!