Main Menu

પુત્રીને માર મારી કાઢી મૂકનાર જમાઇને રસ્તા વચ્ચે સુવાડીને સસરાએ ધોકાવાળી કરી

સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ  ગર્ભવતી પુત્રીને માર મારી કાઢી મૂકનાર અમદાવાદી જમાઇને ગાંધીનગરમાં રસ્તા વચ્ચે સુવાડીને સસરાએ બરાબર ધોકાવાળી કરતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ બંને પક્ષે સામ-સામે ફરિયાદ કરી છે. એક પત્નીએ પતિ સામે દહેજની માંગણી અને માનસિક-શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. તો હુમલાનો બોગ બનનાર જમાઇએ સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગર સેકટર-5-બીમાં રહેતી યુવતી રતનબેન ભરવાડના લગ્ન અમદાવાદના નવા વાડજમાં રહેતા હાર્દિક ભરવાડ સાથે પાંચ વર્ષ પહેલાં થયા છે. ગર્ભવતી પત્ની પાસે પતિએ દહેજની માંગણી કરીને મારઝૂડ કરતાં પરિણિતા પિયરમાં આવી ગઇ હતી. પત્નીને પતિના અફેર અને બીજા લગ્ન કરી લીધાની પણ ભાળ મળી હતી. પતિએ સાસરીમાં આવીને પત્નીને માર મારતા સાસરીયા ગુસ્સે ભરાયા હતા. સાસરીયાએ જમાઇને પકડીને ઘરમાંથી બહાર કાઢીને માર મારી કારમાં તોડફોડ કરી હતી.રોષે ભરાયેલા દીકરીના બાપે જમાઇને રસ્તા વચ્ચે ધોકાવાળી કરી હતી. મારી દીકરીને કેટલા ટાંકા આવ્યા?, મારી દીકરીને કેવી મારી હતી? આવા સવાલો કરતાં-કરતાં સસરાએ જમાઈને ગાંધીનગરના રોડ પર સુવડાવી મેથી પાક આપ્યો હતો.

તારા બાપના ઘરેથી દાગીના-ફોર વ્હિલર લઇ આવ: પીડિતા
તારા બાપના ઘરેથી દાગીના લઇ આવ, તારા બાપ પાસેથી ફોર વ્હિલર લઇ આવ. હું પહેલી વખત પ્રેગ્નન્ટ હતી ત્યારે ખબર પડી કે તેને બીજા લગ્ન કરી લીધા છે. તે સમયે હું બે વર્ષ અહીં રોકાઇ. બધુ પતી ગયું પાછી પાંચ-છ મહિના પહેલાં હું સાસરે ગઇ. ત્યારબાદ હું ફરી પ્રેગનન્ટ હતી એ અરસામાં એક દિવસ મેં એની પાસે મોબાઇલ માંગ્યો તો એને મને બુટ વડે જ માર મારતા મારી આંખ પાસે ત્રણ ટાંકા આવ્યા અને હું પડી જતા મારો ગર્ભપાત થઇ ગયો. આ પછી સાસરિયાઓને તેને ઘરમાંથી બહાર કાઢ્યો અને ત્યાં જ રોડ પર ઢોર માર મારવાનો શરૂ કરી દીધો હતો. આ દરમ્યાન દીકરીના પિતાએ વારંવાર સવાલ કર્યા કે મારી દીકરીને કેટલા ટાંકાવ્યા ત્યાં સામે જમાઈ રડતા રડતા માફી પણ માગી રહ્યો હતો. તમામના પગ પકડી રહ્યો હતો પરંતુ વ્હાલથી ઉછેરેલી દીકરીના ઉઝરડા જોઈ જમાઇને તો ફટકાર્યો જ પરંતુ સાથો સાથ તેની કાર પણ તોડી નાંખી હતી. જો કે આ સમગ્ર ઘટનાની કોઇ પોલીસ ફરિયાદ સામે આવી નથી.