Main Menu

સાવરકુંડલા પોલીસ કમાન્ડો નાં ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા સંપન

  • સાવરકુંડલા “રામજી કી નીકલી સવારી રામજી કી લીલા હૈ ન્યારી ” સાવરકુંડલામાં આસથાભેર રામજન્મ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામજન્મ મહોત્સવ પ્રસંગે વિશાળ શોભાયાત્રા મુખ્ય માર્ગો પર નિકળી હતી શોભાયાત્રાના રૂટમાં 2-ડી.વાય એસ.પી. ,5 -પી.આઇ,.10-પી.એસ.આઇ.,19’કમાનડો,.109-,ASI.P.C,એલ.સી.બી.એસ.વો.જી સહીતના (489 )પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે શાંતી પુર્વક શોભાયાત્રા નિકળી એન્કર -સાવરકુંડલા ખાતે શ્રી રામજન્મ મહોત્સવ સમિતિદ્વારા  મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની આસ્થા અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ધ્વજારોહણ, બપોરે 12 કલાકે મહાઆરતી,અને બપોરે 2 કલાકે જેસરરોડ ખાતેથી વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થયુ હતું આ વિશાળ શોભાયાત્રામાં ધોડે સવારો,શણગારેલા ટ્રેક્ટરો, વિવિધ ફલોટસે આકર્ષણ જમાવ્યું હતું તેમજ સોનેરી રથમાં બિરાજમાન શ્રી રામના દર્શન કરી ભકિતોએ ધન્યતા અનુભવી હતી શોભાયાત્રાના રૂટ ઉપર ઠંડા પીણા,સરબતો ના સ્ટોલ ઉભાં કરાયા હતા વિશાળ શોભાયાત્રા જેસર રોડ ખાતે થી શિવાજી નગર આડી શેરી ,આઝાદ ચોક,જુના બસ સ્ટેન્ડ, રિધ્ધિ -સિધ્ધિ ચોક,મણીભાઈ ચોક,કાપેલધાર,દેવળા ગેઇટ,સહીતના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળી હતી શોભાયાત્રા દરમ્યાન હજારોની સંખ્યામાં શ્રી રામના ભક્તો નજરે પડેછે [wpdevart_youtube]jeq7WkHCwVE[/wpdevart_youtube] અને ભક્તો મા ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાવરકુંડલા ખાતે રામજન્મ મહોત્સવ પ્રસંગે વિવિધ ફલોટસે આકર્ષણ જમાવ્યું એન્કર-સાવરકુંડલા ખાતે રામજન્મ મહોત્સવ પ્રસંગે કાપેલધાર યુવક મંડળ દ્વારા 25 વર્ષ થી કાપેલ ધાર પાસે વિવિધ ફલોટસ બનાવવામા આવેછે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શબરી શ્રી રામ ની રાહ જોઇ બેઠી હોય તેવુ પાત્ર ભજવ્યુ હતું તેમજ દેવળા ગેઇટ પાસે પણ ફલોટસ ત્યાર કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો એ શ્રી રામ લક્ષ્મણ અને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ-(યોગેશ ઉનડકટ સાવરકુંડલા)