Main Menu

આજથી IPL-10 ની શરૂઆત, ઓપનીંગ સેરેમનીમાં જોવા મળશે બોલીવુડ સ્ટાર

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની દસમી સીઝન શરૂ થઈ રહી છે. આઈપીએલના ઉદ્દઘાટન સમારોહ આજે સાંજે ૬:૩૦ વાગે શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સની વચ્ચે રમાશે. મેચ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે જે રાત્રે ૮ વાગે શરૂ થશે. ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડ સ્ટારનો જમાવડો જોવા મળશે.
સુત્રો અનુસાર, ચોપરા પરિણીતિ ચોપરા, શ્રદ્ધા કપૂર, ટાઇગર શ્રોફ, ઋત્વિક રોશન, એમી જેક્સનમ, રિતેશ દેશમુખ જેવા મોટા નામ ઓપનિંગ સેરેમનીમાં જોવા મળશે.

કેટલાક મોટા ખેલાડીઓ ઈજાથી પરેશાન રોયલ ચેલેન્જર્સને આજે સનરાઈઝર્સ હૈદરાબાદના મોટા પડકારનો સામનો કરવો પડશે. કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સ ઈજાગ્રસ્ત હોવાના કારણે આજની મેચમાં રમશે નહિ. વિરાટ કોહલી ખભાની ઈજાને કારણે બહાર છે જયારે એબી ડી વિલિયર્સ પીઠના દુખાવાથી પીડાઈ રહ્યા છે. એટલું જ નહિ આરસીબીના ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલની પણ ખોટ પડશે જે ઈજાગ્રસ્ત હોવાના કારણે સમગ્ર સત્રમાં જોવા મળશે નહિ.

આરસીબીના યુવા બેટ્સમેન સરફરાઝ ખાન પણ બેંગ્લોરમાં અભ્યાસ દરમિયાન ફિલ્ડીંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને તેમનું પણ સમગ્ર સત્રમાં બહાર રહેવાની સંભાવાનાઓ છે. વિરાટ કોહલી આઈપીએલ કેટલીક મેચોમાં નહિ રમે તેની સંભવાનાઓ છે અને એટલા માટે આરસીબી ટીમની કેપ્ટનશીપ શેન વોટ્સન કરશે. આરસીબીનો જવાબદારી હવે ક્રિસ ગેલ પર રહેલી છે. ડેવિડ વોર્નર ભલે તાજેતરમાં સમ્પાત થયેલ ભારતીય પ્રવાસ સારૂ પ્રદર્શન કરી શક્યા ના હોય પરંતુ ધર્મશાળામાં ચોથી ટેસ્ટ મેચમાં તેમને અડધી સદી લગાવી હતી અને હૈદરાબાદને તેમના તરફથી સારા પ્રદર્શનની આશા છે. ડેવિડ વોર્નરની સાથે ટોપ ક્રમમાં શિખર ધવન જવાબદારી સંભાળશે જે સારૂ પ્રદર્શન કરી ભારતીય ટીમમાં વાપસી કરવા માટે આતુર છે.

શિખર ધવને તાજેતરમાં દેવધર ટ્રોફીમાં સારી રમત દેખાડી હતી. મધ્યક્રમમાં યુવરાજ સિંહની હાજરી સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગને મજબુતી મળી છે. હેનરિક્સ, કેન વિલિયમ્સન, નમન ઓઝા, દીપક હુડ્ડા અને વિજય શંકરના રૂપમાં ટીમની પાસે સારા બેટ્સમેન છે. સનરાઈઝર્સ હૈદરાબાડે પોતાની બોલિંગને મજબૂતી આપવા માટે અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનને ટીમમાં સામેલ કર્યા છે. ઓલરાઉન્ડર યુવરાજ સિંહ, હેનરિક્સ, બેન કટિંગ, મોહમ્મદ નબી અને ક્રિસ જોર્ડનથી ટીમ બેટિંગ અને બોલિંગથી સારા પ્રદર્શનની આશા રહેશે.