Main Menu

રામ જન્મોત્સવ નિમિતે સાવરકુંડલામાં શાંતિ સમિતિ ની મિટિંગ યોજાઈ

સાવરકુંડલા માં હિન્દૂ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો ની હાજરી માં શાંતિ સમિતિ ની મિટિંગ રામ જન્મોત્સવ નિમિતે પ્રાંત કલેકટર ની કચેરી ખાતે કલેકટર દિલીપ રાણા, એસ.પી.જગદીશ પટેલ, પ્રાંત કલેકટર એસ.ટી રાવત, ડી.વાય.એસ.પી. રાજેશ પરમાર, મામલતદાર અનિરૂધસિંહ ઝાલા, પાલિકાના ચીફ ઓફિસર હુણ ની હાજરી માં હિન્દૂ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો ની શાંતિ સમિતિ ની મિટિંગ મળેલી હતી બન્ને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દર વર્ષની જેમ ઓણ સાલ પણ રામ જન્મોત્સવ ઉજવવા હિન્દૂ-મુસ્લિમો કોમી એકતા, ભાઈચારા ની ભાવના અકબંધ જળવાઈ રહે તેવા જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓની રૂબરૂ માં આગેવાનોએ ખાત્રી આપેલી હતી અને પરસ્પર બંધુત્વ ની મિશાલ કાયમ સાવરકુંડલા વાસીઓમાં અકબંધ જળવાઈ રહે તેમાટે શહેર હિત સમિતિ ના અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, રામ જન્મોત્સવ સમિતિ ના પ્રમુખ મહેશભાઈ સુદાણી, સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલ્કુભાઈ ખુમાણ, જીવનભાઈ વેકરીયા, પાલિકાના ઉપપ્રમુખ નાસિર ચૌહાણ, કરશનભાઇ ડોબરીયા, હિતેશ સરૈયા, ઉસ્માનખાન પઠાણ, ઇકબાલ ગોરી, ભુપત ચુડાસમા, વિજય રાઠોડ, હસું ચાવડા, રવિન્દ્ર યાદવ, પ્રતીક નાકરાણી, મહેબૂબભાઈ ભટ્ટી, જુમ્મા મસ્જિદ ના પેશઇમામ હાફિઝ સાદિક સાહેબ, કમલેશ મગીયા, અશ્વિનભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ જ્યાંણી, મહેશભાઈ રાજ્યગુરૂ, વિપુલ ઉનાવા, અજિત જોખીયા, બટુકભાઈ ઉનાવા, હરિકાકા સગર, ફારૂક કાદરી, સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને શ્રી રામ જન્મોત્સવ ના પાવન અવસર ને વધાવવા માટે એકી સુરે જિલ્લાના સમાંહર્તા અધિકારીઓને ખાત્રી આપતા શહેરીજનો માં રાહત સાથે ભાઈચારા ની ભાવનાઓ ફરી પ્રજલવીત થઇ રહ્યું હોવાનું જણાય આવે છે






error: Content is protected !!