Main Menu

ગારિયાધાર માંડવી રેપ વિથ મર્ડર અને આત્મહત્યા કેશ પરિણામ વિહીન રહેતા પ્રજામાં રોષ ની લાગણી

માંડવી ગામ માં એક આધેડ મહિલા ની બળાત્કાર કરી હત્યા કરવામાં  આવ્યા ને ચાર માસ  થવા છતાં આરોપી સુધી પોલીસ પહોંચી નથી ને આરોપીઓ જલસા કરેછે પોલીસ દમન નો ભોગ નિર્દોષ લોકો બનો રહ્યા છે.માંડવી પ્રથમ રેપ વિથ મર્ડર કેશ ના મુખ્ય નજરે જોનાર શાક્ષી ને પોલીસ રક્ષણ આપવા ને બદલે પોલીસ દમન થી કંટાળી આત્મ હત્યા કરવી પડી છે.એટલે કે પોલીસ ની ભૂમિકા આરોપી ઓ ની મદદત કરી રહ્યુંહોય તેવું લાગી રહયુ છે.આત્મ હત્યા કરનાર ધીરૂભાઇ ગુજરાતી ની લાશ નું ઇન્વેસ્ટ પંચનામું મેજિસ્ટટ રૂબરૂ થયેલ છે તેમાં એકપણ ઇજા ના નિશાન દશાવ્યા નથી જ્યારે પી.એમ રિપોર્ટ  મુજબ 12 જેટલા ઘા ના મોટા ચપકા અને લોહીના ગંઠા બહાર થીજ દેખાય છે.તબકાવર વારંવાર મારવામાં આવ્યા છે.એકજ જગ્યાએ અનેક વાર માર મારવામાં આવ્યા છે        નિષ્ણાતો ના મતે પી.એમ રીપોર્ટ માં દર્શાવેલ ઘાના નિશાન ના માપ જોતા એક નિશાન અનેક ઘાના સમૂહ નું છે,કોઈ એકજ લાકડી મારવાથી આવા નિશાન નથાઇ પોલીસ પી.એમ રિપોર્ટ પ્રમાણે રિઈન્કવેસ્ટ પંચનામું મેજિસ્ટડ રૂબરૂ કરવા તૈયાર નથી.આજે સુરત થી સેંકડો લોકો આવ્યા હતા તેમજ માંડવી થી બસ ભરી ને  આવેલા મૃતક ના પરિવાર જનોને વરતેજ પોલીસ સ્ટેશનમાં ડિટેન કર્યા હતા,હીરાબઝાર ની મિટિંગ અને પ્રેસ પુરી થતાજ રોડ ઉપર ચાલતા તમામ ને પકડવાના શરૂ કર્યા હતા સોંને અલગ,અલગ જગ્યા એ રાખવામાં આવ્યા હતા.પોલીસ ની જોહુકમી નો ભોગ ભાવનગર જિલ્લા પત્રકાર સુરક્ષા સમિતિ ના પ્રમુખ લાભુભાઈ  કાત્રોડીયા પણ બન્યા.કલેકટર કચેરીની મહેસુલ શાખા માંથી પોલીસે અટક કરી એ ડિવિઝન માં બેસાડી ગોંધી રાખવામાં આવ્યા હતા,પોતાનો વાંક ગુન્હો કે ધરપકડ નું કારણ પૂછતાં કોઈ જવાબ ન મળતા અને 2 કલાક રાખી જતા રહેવા નું કહેતા પોલીસ સ્ટેશન પાસે લેખિત કારણો ધરપકડ અંગે માંગતા પોલીસે નનયો ભણીયો હતો,જેથી લાભુભાઈ એ લેખિત અરજી આપી 1 કલાક માં જવાબ નહિ આપવામાં આવેતો ઉપવાસ પર ઉતરવા ની ચીમકી આપેલ.આ વાત ની જાણ પત્રકારો ને થતા સમગ્ર જિલ્લા માં પત્રકારો એકઠા થઇ લાભુભાઈ ના સમર્થન માં અને પોલીસ કામગીરી વિરૂદ્ધ જિલ્લા કક્ષા એ કલેકટર શ્રી ને તેમજ તાલુકા કક્ષાએ પત્રકાર સુરક્ષા સમિતિ સંગઠન દ્રારા મામલતદાર શ્રી ને આપવા માં આવ્યાં હતાં ,જેની જાણ રાષ્ટીય અદયક્ષ જીગ્નેશભાઈ  કલાવડીયા તેમજ રાજ્ય અધ્યક્ષ કિશોરભાઈ  મારુ ને થતા લાભુભાઈ ના સમર્થનમાં સૌને સંદેશા વહેતા મૂકી તેમજ પોલીસ ઉચ્ચ અધિકારી સુધી રજુયાત કરતા આખરે પોલિસે કરેલી ભૂલ સમજતા  l.c.b. P.i  લાલી વાળા એ ડિવિઝન દોડી આવ્યા હતા અને તમામ પત્રકારો સાથે મિટિંગ યોજી મોટું મન રાખી પોલીસ કર્મચારી દ્રાવરા થયેલી ભૂલ સ્વીકારી ફરી ક્યારેય આવું ન બને તેની ખાતરી આપતા જવાબદારી સ્વીકારી હતી અને ઉપવાસ પર બેઠેલા લાભુભાઈ તેમજ પત્રકારો ને ચા,પાણી પાઈ પારણા કરાવી સુખદ સમાધાન કરેલ છે.