Main Menu

સાવરકુંડલામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ પથ્થર બોટલ ફેકવાના ને આગ ચાંપવાના બનાવ પોલીસ દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ

સાવરકુંડલા ના ખોડિયાર નગર વિસ્તાર માં બે જૂથ ના બે યુવકો વચ્ચે સામાન્ય બાબત માં થયેલી તકરાર થી શહેર ના મણીભાઈ ચોક વિસ્તાર માં બંને જૂથ ના ટોળા સામસામાં આવી જતા મામલો ઘડી ભર માટે ગરમાયો હતો.પરંતુ પોલીસ ની સમય સુચકતા ને કારને બંને જૂથ ના ટોળા ને વિખેરી નાખતા મામલો હાલ સંપૂર્ણ શાંત થઈ ગયો છે.હાલ પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.ત્યારે બપોર બાદ ફરી બંને કોમ વચ્ચે ઘર્ષણ થયેલ
૨­ મુસ્લિમ યુવાન ને છરી ના ઘા જિકી અપરાધી ફરાર થઈ ગયેલ હીન્દુ અને મુસ્લિમ સમાજ મા માહોલ ખરાબ થાવા ના લિધે
સાવરકુંડલા બપોર પછી ગામં બંધ થઈ ગયેલહતું.મણીભાઈ ચોકમાં સામ સામા સોડા બોટલના ઘા ઝીક્યા હતા અને દેવળા ગેઇટ પાસે એક કેબીન માં આગ ચાંપી દીધી હતી.પોલીસ દ્વારા તોફાની તત્વો ના ટોળા ને વિખેરવા હવા માં ગોળીબાર કર્યા નું સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે