Main Menu

ઉત્તરપ્રદેશમાં SP-કોંગ્રેસની યુતિથી સપા કરતા કોંગ્રેસને વધુ ફાયદો થશે

યુપી વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં ખેલાઇ રહેલો ત્રિકોણીયો જંગ ખરેખર રસપ્રદ છે અને કોણ જીતશે તે કહી શકાય નહીં. અેક તરફ SP અને કોંગ્રેસનું ગઢબંધન છે જ્યારે બીજી તરફ માયાવતીની BSP છે અને સાથોસાથ નરેન્દ્ર મોદીની બીજેપી તો ખરી જ કે જે અા ચૂંટણી જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. BJPઅે વર્ષ 2014માં જંગી બહુમતી સાથે જીત હાંસલ કરી હતી પણ વિધાનસભા ચૂંટણી કંઇક અલગ જ ખેલ છે. સપાના અખિલેશ યાદવના પિતા સાથેના કડવાશભર્યા અાંતરકલહ બાદ તેણે કોંગ્રેસ સાથે યુતિ કરી હતી અને જો તેઅોની ગણતરી સાચી પડે તો યુપીમાં કોંગ્રેસ-SPની યુતિ અાગળ વધી શકે છે.

સમાજવાદી પાર્ટીની સ્થાપના સમયની કુંડળીને જોતા ગણેશજી કહે છે કે અા યુતિથી કોંગ્રેસને વધુ લાભ થશે જ્યારે Spને અોછો લાભ થશે.

વર્ષ 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં SP-કોંગ્રેસની યુતિ: સતા મેળવવાની ઝંખના
સપાની સ્થાપના સમયની કુંડળી અનુસાર, ગોચરનો ગુરુ જન્મના સૂર્ય અને ગુરુ પરથી દસમા ભાવમાં પરિભ્રમણ કરી રહ્યો છે જે દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી તેનું શ્રેષ્ઠત્તમ પરફોર્મન્સ અાપવા માટે પ્રયત્નશીલ બનશે તેમજ અા સમયે સતા પર અાવવા માટે ખૂબ જ ઝંખના રાખશે.

સપા-કોંગ્રેસની યુતિ: શનિ અવરોધરૂપ બને
પણ, ગોચરનો શનિ જન્મના ચંદ્ર અને રાહુ પરથી પસાર થઇ રહ્યો છે. તે પક્ષ માટે મોટી અડચણ બની શકે છે. પક્ષ વોટ બેન્કને જાળવી રાખવા માટે વધુ સંઘર્ષ કરતી જોવા મળશે. તદુપરાંત ચૂંટણી દરમિયાન પક્ષની અંદરના નેતૃત્વમાં પણ ભેદભાવનો માહોલ પ્રવર્તેલો હશે. કોણ કારણોસર સપાની રાજકીય છબી લોકોને તેના પક્ષમાં મત અાપવાનું પ્રોત્સાહન નહીં અાપે.

સપા-કોંગ્રેસની યુપી ચૂંટણીમાં યુતિ 2017: શનિ યુતિ માટે પ્રતિકૂળ રહે
તે ઉપરાંત, ગોચરનો શનિ સાતમા ભાવમાં રહેલા મંગળ અને કેતુ પર દૃષ્ટિ કરી રહ્યો છે જે કોંગ્રેસ સાથે પક્ષની યુતિ માટે પ્રતિકૂળ સાબિત થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે.

સપા-કોંગ્રેસની યુપીમાં યુતિ: યુપી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થાય
કોંગ્રેસ ગુરુની મહાદશા અને શુક્રની ભુક્તિ હેઠળથી પસાર થઇ રહ્યું છે. પ્રતિકૂળતા અને દુર્ભાગ્યનું ગણાતા અાઠમા સ્થાનનો સ્વામી શુક્ર દસમા સ્થાનમાં સૂર્ય સાથે ઉપસ્થિત છે. તે કોંગ્રેસ માટે કોઇ રાહતના સમાચાર કે પછી અાશાનું કિરણ જગાડે તેવા કોઇ સંકેત નથી. જો કે ગોચરનો ગુરુ સાતમા ભાવમાંથી પસાર થઇ રહ્યો છે અને તેથી કોંગ્રેસને અા યુતિથી વધુ ફાયદો થશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.

અખિલેશનો વ્યક્તિગત પ્રભાવ તેની તકમાં વધારો કરશે
બન્ને કુંડળીમાં ગ્રહોની સ્થિતિની પ્રભાવને ધ્યાનમાં રાખતા ગણેશજીને લાગે છે કે સમાજવાદી પક્ષે યુપી ચૂંટણીમાં અા યુતિ માટે કોંગ્રેસ કરતા વધારે કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. તેનાથી કોંગ્રેસ પક્ષના જીતવાના ચાન્સ વધી જશે. અા યુતિથી ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય તેવી શક્યતા અોછી છે. અખિલેશની કુંડળી મજબૂત છે અને તેનો વ્યક્તિગત પ્રભાવ તેના પક્ષના ચાન્સને વધારે છે


error: Content is protected !!