Main Menu

પાકિસ્તાનમાં ગુંજ્યો ભાજપની જીતનો ડંકો

ભારતનાં ઉત્તર પ્રદેશમાં ભાજપની અકલ્પનીય જીતની નોંધ પાકિસ્તાનનાં મીડિયા દ્વારા લેવામાં આવી હતી. ભાજપની શાનદાર જીતનો ડંકો પાકિસ્તાનમાં ગુંજ્યો હતો. પાકિસ્તાનનાં અખબાર ડોનમાં આ અંગેની નોંધ લેવામાં આવી છે અને ગુજરાત મોડલના મોદી અને શાહની જોડીએ યુપીમાં પણ જંગી જીત મેળવી છે તેવું લખવામાં આવ્યું છે. ઇતિહાસમાં પહેેલીવાર એવું બન્યું છે કે શાસક પક્ષ દ્વારા મુસ્લિમોની ખાતરદારી કરવા માટે યુપી વિધાનસભામાં લધુમતી મુસ્લિમ સમુદાયનો એકપણ ધારાસભ્ય નહીં હોય. જોકે મોદીએ ફરી એકવાર તેમની લોકપ્રિયતા સાબિત કરી છે.

હવે હિંદુત્વનો મુદ્દો ફરી ચગી શકે છે : -ડોન-પાકિસ્તાન
ડોન દ્વારા મોદી લહેરમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ફતેહ એવાં હેડિંગ સાથે આ અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે.

જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે મોદીએ ગુજરાત મોડલની નકલ કરીને યુપીમાં એકપણ મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા. પોતાની જીતથી પ્રોત્સાહિત કાર્યકરો હવે ભાજપને હિંદુત્વના મુદ્દાને ફરી ચગાવવાનું કહી શકે છે અને રામમંદિર બનાવવાની માગણી પ્રબળ બની શકે છે તેવી ભીતિ અખબારે વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ ૨૦૧૯માં પીએમ બનવા સ્થિતિ મજબૂત કરી : એક્સ્પ્રેસ ટ્રિબ્યૂન
પાકિસ્તાનનાં બીજા એક અખબાર એક્સ્પ્રેસ ટ્રિબ્યૂને લખ્યું છે કે યુપીમાં જીતથી ૨૦૧૯માં ફરી પીએમ બનવા માટે મોદીએ તેમનું સ્થાન મજબૂત બનાવ્યું છે. પીએમ મોદી માટે આ ચૂંટણીઓ લોકપ્રિયતાની કસોટી સમાન હતા. નોટબંધીની ટીકા પછી મોદીની પ્રતિષ્ઠા દાવ પર હતી.

મોદી માટે ફરી પીએમ બનવાનો રાહ આસાન : ન્યૂયોર્ક ટાઇમ્સ
અમેરિકાનાં ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે ભારતનાં સૌથી મોટાં રાજ્યમાં જીતીને મોદીએ ફરી પીએમ બનાવાની તેમની મજબૂત દાવેદારી રજૂ કરી છે.

ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ ઓસ્ટ્રેલિયા : મોદીની નોટબંધીની અસર. પાર્ટીએ દેશનાં સૌથી મોટાં રાજ્યમાં જીત મેળવી.
બીબીસી -યુકે : મોદીએ તેમની મહેનતથી પ્રચારઝુંબેશ ચલાવીને તેમના પક્ષને જીતની સૌથી મોટી ભેટ આપી છે.

વોલસ્ટ્રીટ જર્નલ : ભારતના સૌથી વધુ વસતી ધરાવતાં રાજ્યમાં જીતીને મોદીએ બીજી વખત પીએમ બનવાની તૈયારી કરી લીધી છે.

સ્ટફડોટકોમ -ન્યૂઝીલેન્ડ : ભારતનાં સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જીત મેળવીને મોદીએ બીજી વખત પીએમ બનવાનો દાવો કરી દીધો છે.