Main Menu

સચિન-દ્રવિડનો તૂટયો રેકોર્ડ પુજારા અને વિજયની જોડીએ 37 ટેસ્ટ મેચોમાં કર્યા 2500 રન

રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 451 રન બનાવી લીધા છે. તેના જવાબમાં ટીમ ઈન્ડિયા પણ શાનદાર બેટિંગ કરી રહી છે. કેએલ રાહુલ બાદ મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાની શાનદાર બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાનો સ્કોર વધારે મજબૂત થઈ ગયો છે. આ સાથે જ આ બંનેની એક જોડીએ પોતાના નામે એક રેકોર્ડ પણ બનાવી લીધો હતો.

અસલમાં મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાની જોડીએ શાનદાર બેટિંગ કરીને માત્ર 37 ટેસ્ટ મેચોમાં 2500 રન જોડી દીધા છે. જે ભારતમાં એક રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ રાહુલ દ્રવિડ અને સચિન તેંડૂલકરના નામે હતો. બંને દિગ્ગજોએ મળીને 42 ટેસ્ટમાં 2500 રન ટેસ્ટ મેચમાં જોડ્યા હતા. હવે આ લિસ્ટમાં ત્રીજા નંબરે દ્રવિડ અને સહેવાગની જોડી છે.

આ બંને સ્ટાર્સે પણ 42 ટેસ્ટ મેચમાં 2500 રન જોડ્યા છે. જોકે, હવે મુરલી અને પુજારાએ આ રેકોર્ડને તોડીને ભારત માટે નવો રેકોર્ડ બનાવી લીધો છે.

ત્રીજી ટેસ્ટમાં મુરલી વિજય, લોકેશ રાહુલ અને ચેતેશ્વર પુજારાની બેટિંગથી ટીમ ઈન્ડિયા મેચમાં સક્ષમ બની રહી છે. આ બેટ્સમેનો સિવાય વિરાટ કોહલી(03), અજિંક્ય રહાણે(14), કરૂણ નાયર(23) અને આર. અશ્વિન ફ્લોપ રહ્યાં હતા.


error: Content is protected !!