Main Menu

મેક્સવેલના બેટના ઉમેશ યાદવે કરી નાંખ્યા બે કટકા

રાંચી,તા.૧૭
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે હાલમાં રાંચીમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૪૫૧ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઈનિંગની ૯૧મી ઓવરમાં અને બીજા દિવસે પહેલી જ ઓવરના પહેલા બોલે ઉમેશ યાદવે મેક્સવેલના બેટને તોડી નાંખ્યો હતો. તે પછી ઉમેશ યાદવે ઈશારાથી પોતાની તાકત બતાવવા લાગ્યો હતો. મેક્સવેલ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. બેટ તૂટી ગયા બાદ મેક્સવેલના હાથમાં માત્ર બેટનું હેન્ડલ રહી ગયું અને તે હસવા લાગ્યો હતો. તે સમયે મેક્સવેલ ૮૨ રને રમી રહ્યો હતો. યાદવની ૧૩૭ કિમીની ઝડપે આવેલી બોલ ઈનÂસ્વન થઈને મેક્સવેલના બેટના ઉપરના ભાગે લાગી હતી. મેક્સવેલ ૧૦૪ રન બનાવીને આઉટ થયો હતો.