Main Menu

Ind vs Aus ઓસ્ટ્રેલિયા 299/4, સ્મિથની શતક મેક્સવેલની અર્ધશતક

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસના અંતે 4 વિકેટે 299 રન બનાવી લીધા છે. મેક્સવેલ (82) અને સ્ટીવ સ્મિથ (117) રને રમતમાં છે.

આ રીતે પડી વિકેટો

ડેવિડ વોર્નર 19 રને જાડેજાનો શિકાર બની ગયો હતો.ઉમેશ યાદવે પોતાની બીજી અને ટીમને ચોથી સફળતા અપાવતા પિટર હેંન્ડકોમ્બને 19 રને પેવેલિયન ભેગો કરી નાંખ્યો હતો.ભારતને બીજી સફળતા ઉમેશ યાદવે અને ત્રીજી સફળતા અશ્વિને અપાવી હતી. યાદવે મેટ રેન શોને 44 અને અશ્વિને શોન માર્શને 02 રને પેવેલિયન મોકલી દીધા હતા.

સ્મિથ અને મેક્સવેલની શાનદાર ઈનિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે શાનદાર ઈનિંગ રમતા પોતાની ટેસ્ટ કરિયરની 19મી સદી ફટકારી હતી.

ભારતીય ટીમ વિરૂદ્ધ સ્મિથની છઠ્ઠી સદી છે. સ્મિથે પોતાની શતક પૂરી કરવા માટે 227 બોલનો સામનો કર્યો જેમાં 11 ફોર સામેલ છે. પહેલા દિવસની રમતના અંતે સ્મિથે 117 અને ગ્લેન મેક્સવેલ 82 રન બનાવીને અણનમ રહ્યા હતા. વર્તમાન ભારતીય પ્રવાસ પર સ્ટીવ સ્મિથની આ બીજી સદી છે. આ પહેલા પૂણે ટેસ્ટ મેચમાં પણ સ્મિથે સદી ફટકારી હતી.

સ્મિથે બનાવ્યો અજેય રેકોર્ડ

રાંચીના મેદાન પર રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ છે. આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલી સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથના નામે નોંધાઈ ગયો છે. ભવિષ્યમાં આ ગ્રાઉન્ડ પર બેટ્સમેનો સદી ફટકારશે પરંતુ આ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ શતક ફટકારવાનો રેકોર્ડ સ્મિથના નામે જ રહેશે.

બંને ટીમો 4 ટેસ્ટની શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ ઈજાગ્રસ્ત મિશેલ માર્શ અને મિશેલ સ્ટાર્કની જગ્યાએ ગ્લેન મેક્સવેલ અને કમિન્સનો સમાવેશ કર્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયામાં અભિનવ મુકુંદની જગ્યાએ મુરલી વિજયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત: લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કરૂણ નાયર, આર. અશ્વિન, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલયા: ડેવિડ વોર્નર, મેટ રેન શો, શોન માર્શ, સ્ટીવ સ્મિથ, પીટર હેંન્ડસકોમ્બ, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ વેડ, સ્ટીવ ઓ કીફ, નાથન લિયોન, જોશ હેઝલવુડ, કમિન્સ