Main Menu

અજાણ્યા શખ્સોએ કર્યો પેટ્રોલ બોમ્બની હુમલો ફિલ્મ ‘પદ્માવતી’ના સેટ સળગીને થયો ખાખ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના સેટને ફરી એક વખત ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. મંગળવાર રાત્રે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ફિલ્મનો સેટ પર તોડફોડ કરવામાં આવી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ સેટ પર આગ લગાવી દીધી હતી. જેના કારણે સેટ સળગીને ખાખ થઇ ગયો હતો.

રાત્રીના 2 વાગ્યાની આસપાસ કેટલાક પ્રદર્શનકારીઓએ સેટ પર પેટ્રોલના બૉમ્બ ફેંકીને આગ લગાડી હતી. આ આગથી સેટને ખૂબ જ નુકસાન થયું છે. જો કે, શૂટિંગના કારણે સેટ પર સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ મોટી ઘટના બની હતી. હાલમાં પોલિસકર્મીઓએ પ્રદર્શનકારીઓની શોધ શરૂ કરી છે.



(Next News) »