Main Menu

વ્યક્તિનો સ્વભાવ આંખો જણાવે છે

જે વ્યક્તિઓની આંખ મોટી, પણ ચહેરાને બગાડતી ન હોય તો તે સારી જાણવી. આવી વ્યક્તિઓની આંખની દૃષ્ટિનું તેજ વધારે હોય છે. તેમ જ તેનું તે જ જીવનનાં વધુ વર્ષો સુધી સ્પષ્ટ રીતે કામ આપનારું નીવડે.

જે વ્યક્તિઓની બંને આંખો પાસે પાસે દેખાતી હોય તેઓ ખૂબ જ હલકાં પ્રકારના વિચારો ધરાવતી હોય છે, તેથી તેઓ વિશ્વાસ પાત્ર નથી હોતી. જોકે આવી વ્યક્તિઓ ખૂબ જ ચાલાક હોય છે અને પોતાની વાત બીજાને ઠસાવવાની શક્તિ ધરાવતી હોય છે, પરંતુ અન્યના કરતાં પોતાનાં જ લાભની જ વધારે કાળજી રાખતી હોય છે.

જે વ્યક્તિની આંખો પહોળી તેમ જ ખુલ્લી દેખાતી હોય તેઓ બીકણ સ્વભાવની હોય છે.

લુચ્ચો સ્વભાવ

જે વ્યક્તિની આંખ સાધારણ રીતે સાંકડી રહેતી હોય તે લુચ્ચા સ્વભાવની સૂચક છે.

આવી વ્યક્તિઓને છેતરપિંડી કરવાનું વધુ પસંદ હોય છે.

જે વ્યક્તિની આંખો બિલકુલ ગોળ દેખાતી હોય તેઓ લાગણીવાળા સ્વભાવના હોય છે. આવી વ્યક્તિઓમાં સંશોધનવૃત્તિ વધારે હોવાથી કંઈક નવી જ વસ્તુનું ઉપાર્જન વધારે કરતી હોય છે.

ભયંકર વ્યસની વ્યક્તિઓની આંખો વધારે ડરામણી હોય છે. જે વ્યક્તિની આંખ માંજરી હોય છે એટલે કે બિલાડીનાં જેવી હોય છે તેઓ હોશિયાર અને બીજાની બનાવટમાં જલદી ન આવનાર હોય છે. આવા પ્રકારની આંખો ધરાવતી સ્ત્રીઓ સાધારણ રીતે આકર્ષક ચહેરાવાળી હોય છે, તેમ જ મહ્દઅંશે ગૌરવર્ણીહોય છે.

ભૂરી આંખો

જે વ્યક્તિની આંખો ભૂરી હોય છે તેઓ અગમ્યવાદને માનનારી હોય છે અને એ વિષયમાં નવીન પ્રકાશ પાડતી હોય છે. વૈજ્ઞાાનિક સંશોધકોની આંખો મહ્દઅંશે આ પ્રકારની હોય છે. મહ્દઅંશે આ પ્રકારની આંખોવાળી વ્યક્તિઓ સ્વરૃપવાન હોય છે. સપ્રમાણ દેહ અને શરીર સ્વાસ્થ્ય સારું હોય છે.

કાળી આંખ

જે વ્યક્તિની આંખની કીકીનો ભાગ બિલકુલ કાળો દેખાતો હોય તથા ડોળાનો ભાગ તદ્ન સફેદ હોય તેઓ પ્રેમવૃત્તિ વધારે ધરાવતા હોય છે. આવી વ્યક્તિઓ લાગણીવશ સ્વભાવની અને સંબંધ નભાવી જાણનારી હોય છે. જોકે આવી વ્યક્તિઓ લાગણીનો સ્ત્રોત જલદી અને ગમે ત્યાં વહાવતી નથી અને ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા છતાં પણ ખોટા લાગણીવેડા દેખાડતી નથી. આવા લોકો ખૂબ જ ઉદાર મનના હોય છે, પરંતુ આ મનોવૃત્તિના કારણે હંમેશાં નાણાકીય અસ્થિરતા અનુભવતા હોય છે. આવી વ્યક્તિઓના સ્વભાવમાં -વર્તનમાં ભાગ્યે જ તોછડાઈ જોવામાં આવે છે.

જે વ્યક્તિઓની આંખો લાંબી હોવા છતાં ખૂબ જ સાંકડી રહેતી હોય તો તેઓ અન્યને પ્રલોભન આપી તેઓ પાસેથી સહજ રીતે પોતાનું કાર્ય કઢાવી લેતી હોય છે. આવા પ્રકારની આંખો ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ કાબેલ હોય છે. આવી સ્ત્રી પોતાની વાણી અને આંખનાં નખરાંથી સામી વ્યક્તિ પર પોતાનો પ્રભાવ પાથરતી હોય છે.

જે વ્યક્તિના બંને આંખના ખૂણાઓ ખૂબ જ અણીદાર હોય તો તેઓ પ્રસંગને જલદી સમજનારા તેમજ તેમની પાસે આવતાં કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરનાર, કુનેહ બુદ્ધિ અને પીઢ તથા ગંભીર મનોવૃત્તિનું સૂચક છે.

પુરુષોની આંખ કરતાં સ્ત્રીઓની આંખ વધારે આકર્ષક હોય છે. આકર્ષક હોવાનું મુખ્ય કારણ, સ્ત્રીઓની આંખની કીકીની બાજુનો ડોળાવાળો ભાગ બિલકુલ સફેદ આરસના પથ્થર જેવો હોય છે.

જે વ્યક્તિની આંખો ખૂબ જ ઊંડી રહેતી હોય તેઓ વિચારક અને એકાગ્રવૃત્તિ ધરાવતી હોય છે. આવી વ્યક્તિઓ એકાંતપ્રિય હોય છે, પરંતુ એકાંત વાતાવરણમાં પણ તેઓ આળસુ બનીને બેસી ન રહેતાં પ્રવૃત્તિશીલ રહે છે.

જે વ્યક્તિઓ બીજી વ્યક્તિ સાથે વાતચીત કરવી વખતે તેના સામું ન જોતાં બીજી બાજુ જોઈને વાત કરે છે તેઓ વિચિત્ર સ્વભાવના છે.