Main Menu

શશાંક મનોહરનું ‘અંગત કારણોસર’ અચાનક રાજીનામું

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરે બુધવારે આઈસીસીના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું છે. શશાંક મનોહરને મે ૨૦૧૬માં સર્વસંમતિથી આઈસીસી ચેરમેન બનાવાયા હતા. તે પછી તેમને બે વર્ષ સુધી આ પદ પર રહેવાનું હતું પરંતુ આઠ મહિના બાદ તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું કયા કારણોસર આપ્યું તે હજુ જાહેર થયું નથી પરંતુ અંગત કારણોસર આ પદને છોડયું હોવાની ચર્ચા છે.


error: Content is protected !!