Main Menu

મોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત ૧૫૫મા રેન્કથી પહેલા નંબર પર

મોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત પહેલા નંબર પર

રિલાયન્સ જિઓને લોન્ચ થયે એક વર્ષ થઈ ગયું છે અને બાર મહિનામાં ભારતમાં મોબાઈલ ડેટા યુસેઝની તસવીર સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. પહેલા ભારતમાં લોકો એમબી માપી માપીને ડેટા ખર્ચ કરતા હતા. હવે પરિસ્થિતિ અે છે કે દર મહિને ડેટા ખર્ચ ૨૦ કરોડ જીબીની સરખામણીમાં ૧૫૦ કરોડ જીબી થઈ ચૂક્યો છે.

મોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત ૧૫૫મા રેન્કથી પહેલા નંબર પર અાવી ગયો છે. અમેરિકા અને ચીન કરતા પણ ભારત અાગળ નીકળી ગયું છે. જિઓનો દાવો છે કે તેમાંથી ૧૨૫ કરોડ જીબી ડેટા માત્ર તેના જ ગ્રાહકો ખર્ચી રહ્યા છે. જિયો પર દર મહિને વીડિયો સ્ક્રીનિંગ ૧૬૫ કરોડ કલાકની થઈ રહી છે. મોબાઈલ પર દર અઠવાડિયે લોકો ટીવીની સરખામણીમાં સાત ગણો વધુ સમય વિતાવી રહ્યા છે.

જિઓનું કહેવું છે કે ફોર જી અાવતાં પહેલાં એવી શંકા હતી કે મોંઘી ડેટા સર્વિસ હોવાના કારણે તેનો એડોપ્શન રેટ અોછો હશે પરંતુ તેની પાસે ૧૦ કરોડથી વધુ ગ્રાહક છે જે જિઓ પ્રાઈમ માટે ચૂકવણી કરી રહ્યા છે.

એવો પણ દાવો કરાયો છે કે જિઓનું નેટવર્ક હજુ ભારતમાં ૭૫ ટકા વસ્તી કવર કરી રહ્યું છે. અાગામી વર્ષે તે કવરેજ ૯૯ ટકા સુધીનું થઈ જશે. સૌથી ઝડપથી લોકોને જોડવામાં જિઓનો દાવો છે કે તેને એક વધુ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૧૭૦ દેશો સુધી દરેક સેકન્ડે સાત ગ્રાહક જોડવાની અા ગતિ ફેસબુક, વોટ્સઅેપ અને સ્કાઈપ કરતા પણ ઝડપી છે.

ઇન્ડસ્ટ્રીમાં એક વર્ષમાં જે પરિવર્તન અાવ્યું છે તે હવે વધુ વોઈસ અને અોછા ડેટાના બદલે અોછા વોઈસ અને વધુ ડેટા પર ફોકર્સ થઈ ગયું છે. હવે કંપનીઅો વોઈસના બદલે ડેટાથી પોતાનો રેવન્યુ વધુ જોઈ રહી છે. ૨૦૧૭માં ફોર જી ફોનની સંખ્યા પણ ત્રણ ગણી વધી છે. ભારતમાં અાજે ફોર જી કવરેજ ટુ જી કવરેજ કરતા વધુ મોટું થઈ ગયંુ છે.