Main Menu

નરિગસ ફખરી નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે

મૈં તેરા હીરો, ‘અઝહર’ તથા ‘હાઉસફૂલ-૩’ જેવી ફિલ્મોમાં ગ્લેમરસ રોલથી ચર્ચામાં અાવેલી નરિગસ ફખરીનું કહેવું છે કે તે નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે. તેણે મજાિકયા અંદાજમાં કહ્યું કે તમે ગ્લેમરસ રોલને એ નજરથી સરળ કહી શકો છો કે તૈયાર થવામાં ક્યાં વધુ મહેનત લાગે છે, પરંતુ સાચી વાત તો અે છે કે હું નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવું છું. થોડા સમયથી મુંબઈ છોડીને ન્યૂયોર્કમાં રહેતી નરિગસના જણાવ્યા અનુસાર તેને સહજ અને અારામદાયક ડ્રેિસંગ પસંદ છે. તેને કડક ભડકવાળાં કપડાં પહેરવાં ગમતાં નથી. તે કહે છે કે ફેશન હંમેશાં તમારા મન પ્રમાણે અપનાવવી જોઈઅે. લોકોની ધારણાઅોને અાપણા પર થોપવી જરૂરી નથી.

તાજેતરમાં લકમે ફેશનવીકના ચોથા દિવસે ડિઝાઈનર અનુશ્રી રેડ્ડીનાં વસ્ત્રો પહેરીને રેમ્પ પર ચાલનારી નરિગસ થોડા સમયથી ન્યૂયોર્કમાં રહે છે. રેમ્પ પર તેને જોઈને સ્પષ્ટ જાણ થાય છે કે તેનું ફિગર પહેલાં જેવું ફિટ રહ્યું નથી. પહેલાંની તુલનામાં તેનું વજન વધી ગયું છે, જોકે હવે તે પહેલાં કરતાં વધુ નિખરેલી દેખાય છે. કેટલાક લોકોઅે સોશિયલ મીડિયા પર તેના વધેલા વજનને લઈ તેની ટીકા પણ કરી, પરંતુ નરિગસના જણાવ્યા અનુસાર તેને અાવી બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી. •