Main Menu

વિદેશી દારૂ બંધ જૈન ઉપાસકનામકાનમાં અને શૌચાલયમાં સંતાડયો

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના ઘરે થી મસ મોટો દારૂ નો જથ્થો ઝડપાયો

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના નિવાસ સ્થાને ઝઘડિયા પોલીસે બાતમીના આધારે દરોડા કર્યા હતા. બુટલેગર નિકેશ મોદીના ઘરની બાજુમાં આવેલા એક મકાનના શૌચાલયમાં તેમજ તેના ઘરની સામે જૈન ઉપાસકના બંધ મકાનમાં સંતાડેલો મસ-મોટો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. હાલ નવા બદલી પામેલા પીઆઇ જે.જે.વસાવાએ  વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રી તરીકે નિમણુંક પામેલા ઝઘડિયા તાલુકાના તલોદરા ખાતેના કુખ્યાત બુટલેગર નિકેશ જશવંતભાઇ મોદીના ઘરે ઝઘડિયા પોલીસે બાતમીના આધારે દરોડા કર્યા હતા. હાલ ગણેશ ઉત્સવને કારણે પ્રોહિબીશન ડ્રાઇવમાં મળેલી બાતમીના આધારે ઝઘડિયા પીઆઇ જે.જે.વસાવા પોસઇ આર.જે.ગામીત તથા સ્ટાફના પોકો પિનેશ નાગસીંગભાઇ, વિક્રમ ભગવાનભાઇ, મુકેશ મેરાભાઇ, જયરાજ ભરતભાઇ તથા સંતોષ નામદેવભાઇનાઓએ નિકેશ મોદીના ઘરે દરોડા કર્યા હતા.

પરંતુ ઘરની સામે આવેલા જૈન ઉપાસકના બંધ મકાનમાંથી અને તેના ઘરની બાજુમાં કનુભાઇ વાળંદના ઘરના શૌચાલયમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૮૬ પેટી જેમાં વિદેશી દારૂ તથા બિયર ના નંગ ૩૩૦૦ કિંમત ૨,૪૨,૫૮૦ નો વિદેશી દારૂ પોલીસ હાથ ઝડપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શૌચાલયનો ઉપયોગ બુટલેગરો વિદેશી દારૂ છુપાવવા કરી રહ્યા છે. શૌચાલયમાં સંતાડેલો મોટા પાયેનો વિદેશી દારૂ જપ્તે કર્યો હતો.