Main Menu

જામનગરમાં મીણબતીનું કારખાનામાં ભીષણ આગ, મુદ્દામાલ બળીને ખાક

જામનગર: આજે મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. શરુ શેક્સન રોડ પર આવેલા એમ.પી. શાહ ઉદ્યોગમાં જ્વલંતશીલ મીણની જુદી-જુદી પ્રોડક્ટ બનાવતા કારખાનામાં આગ લગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઉજાલા ગૃહ ઉદ્યોગ નામના કારખાનામાં એક વાગ્યા આજુબાજુ કોઈ કારણસર લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી.

આગ મોટાભાગના કારખાનાના પરિસરમાં ફરી વળી હતી. આ બનાવના પગલે મહાનગર પાલિકાના ફાયર અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી. વિકરાળ આગના સમાચાર મળતા જ ફાયરના ત્રણ ટેન્ડરો રવાના કરાયા હતા. પરંતુ આગની વિકરાળતાને પગલે વધુ ૬ ટેન્ડરો દોડાવાયા હતા. આ ઘટનાને પગલે રાત હોવા છતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પ્રચંડ આગ સામે ફાયરે ચલાવેલા પાણીના મારા છતાં પાંચેક કલાક ની જહેમત બાદ પણ આગ કાબુમાં આવી ન હતી.

જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ બનાવના કારણે કારખાનાના પરિસરમાં રહેલા બે વાહનો પણ ખાક થઇ ગયા હતા. કારખાનેદારનું માનવામાં આવે તો મીણના  દીવા-બત્તી સહિતની વસ્તુ બનાવતા આ કારખાનામાં દિવાળીના તહેવારને લઈને મોટો જથ્થો સ્ટોકમાં રખાયો હતો. આ તમામ જથ્થો ખાક થઇ ગયો હતો. મીણ જ્વલંતશીલ હોવાથી આગ વધુ પ્રસરી હતી.