Main Menu

ટીમનું નેતૃત્વ કરવું એ અદ્ભુભુત અનુભવ

કોહલી વર્તમાન ટીમ થી ખુશ અંતિમ મેચમાં પણ નવા અખતરા કરવાનું ચાલુ રાખશે

કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે વર્તમાન ટીમનું નેતૃત્વ કરવું એ અદ્ભુત અનુભવ છે, કારણ કે દરેક ખેલાડી સારું પ્રદર્શન કરવા ઇચ્છે છે, જેના કારણે કેપ્ટન તરીકે મારું કામ ઘણું આસાન બની જાય છે.

શ્રીલંકા સામે પાંચ મેચની વર્તમાન શ્રેણીની ચોથી મેચમાં શ્રીલંકાને ૧૬૮ રનથી હરાવીને ૪-૦ની સરસાઈ કરી લીધા બાદ વિરાટ કોહલીએ કહ્યું, “આ અદ્ભુત ટીમનું નેતૃત્વ કરવું ખાસ વાત છે. તમે જાણો છો કે ડ્રેસિંગરૂમમાં કેવું વાતાવરણ રહે છે અને ખેલાડીઓ કેવી રીતે હળીમળીને રહે છે. મારા માટે સૌથી ખાસ વાત એ છે કે ખેલાડીઓમાં સારું પ્રદર્શન કરવાનો ઉત્સાહ છે. એક કે બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પણ એમાં ઊણપ આવતી નથી, બલકે સારું પ્રદર્શન કરવાની ઇચ્છા વધી રહી છે. આ કારણે મારું કામ ઘણું આસાન બની જાય છે. મારે ખેલાડીઓને ફક્ત ફિલ્ડિંગ માટે જ ઊભા રાખવાના હોય છે અને બાકીનું કામ ખેલાડી ખેલાડી ખુદ જ કરી લે છે.”

કોહલી જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે રોહિત પણ ત્યાં હાજર હતો. રોહિતે જણાવ્યું, “આ ટીમની એ જ ઓળખ છે કે જે પણ ખેલાડી મેદાનમાં ઊતરે છે તે સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે અને એ નિશ્ચિત કરે છે કે તે પોતાનું કામ પૂરું કરે.

ઉલ્લેખનીય છે કે આવતી કાલે રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રેણીની પાંચમી અને અંતિમ વન ડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે. આ અંતિમ મેચમાં પણ વિરાટ ટીમમાં નવા અખતરા કરવાનું ચાલુ જ રાખશે. આ અંગે કોહલીએ કહ્યું, “ચોથી વન ડેમાં ત્રણ નવોદિત ખેલાડીને રમવાની તક આપવામાં આવી હતી. આ જ રીતે અંતિમ વન ડેમાં પણ ટીમમાં ફેરફાર કરવામાં આવશે જ


error: Content is protected !!