Main Menu

મુસ્લિમ બિરાદરોએ પાઠવ્યા ઈદ મુબારક

ગારીયાધાર તાલુકા માં ઈદ ઉલ અઝહા ની શાનદાર ઉજવણી…

(સૈયદ સતારભાઈ) ગારીયાધાર ખાતે ઈદ ઉલ અજહા ની ઉજવણી ખુબજ શાનો  શોકત ની સાથે કરવામાં આવેલ હતી.વહેલી સવારે મુસ્લિમ બિરાદરો નમાઝ એ ફજર અદા કરી અને સૌ મુસ્લીમ સમાજે ઇદગાહ મસ્જીદે ઈદ ની નમાજ અદા કરી કબ્રસ્તાન માં ફૂલ -ફાતેહા  કરેલ લોકોમાં ભાઈચારો, સદાચાર બની રહે દેશમાં અમન અને શાંતિ રહે અને સમાજ સુખી રહે તેવી અલ્લાહ પાસે ઈબાદત કરી હતી.વિશ્વ જયારે આંતકવાદના ભયંકર ખતરા સામે ઝઝુમી રહ્યો છે.ત્યારે પેગમ્બર સાહેબએ પણ અમન શાંતિ અને ભાઈચારા ની શીખ આપી છે અને હાલ મુસ્લિમો નું પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા શરીફમાં પણ દરેક હાજી ઓ એક વસ્ત્ર પરિધાન કરી અલ્લાહ પાક ની ઈબાદત કરે છે અને એ વાતની સાબિતી છે કે ઇસ્લામ ધર્મ માં ઉચ્ચ-નીચ,આમિર-ગરીબ કાળા-ગોરાનું કોઈ ભેદભાવ નથી.