Main Menu

હવે PM મોદી છ કડક આર્થિક નિર્ણય લેશે

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રચંડ વિજયથી પ્રભાવિત મોદી સરકાર હવે આર્થિક સુધારાની દિશામાં ઝડપથી આગળ વધી શકે છે. વિદેશી રોકાણની બાબતમાં સરકાર ઉદારવાદી વલણ અપનાવી શકે છે. આ ઉપરાંત ભારતમાં ઉત્પાદનને વેગ આપવા અને સોશિયલ સેક્ટરમાં ડિલિવરી સિસ્ટમને મજબૂત કરવા સરકાર પોતાના સુધારાવાદી એજન્ડાને વેગ આપશે.

મોદી સરકાર હવે કેટલાક કડક નિર્ણય લઇ શકે છે.
• સૌપ્રથમ મોદી સરકાર નોટબંધીની જેમ બેનામી મિલકત સામે કડક કાર્યવાહી કરી શકે છે.
• મોદી સરકાર વિવિધ પ્રકારની સબસિડી પર કાપ મૂકી શકે છે.
• સરકાર ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને વધુ કડક બનાવી શકે છે.
• સરકાર હવે જીએસટીના અમલમાં ઝડપ કરશે અને જીએસટી લાગુ થયા બાદ રાજ્યમાં મોંઘવારી વધી શકે છે.

• બેન્ક ડિફોલ્ટર વિરુદ્ધ સરકાર હવે ત્રાટકશે અને કડક કાર્યવાહી કરશે.
• નોટબંધીમાં ગરબડ કરનાર ખાનગી અને સરકારી બેન્કો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરશે.