Main Menu

ઓમ માથુરનું નામ સંરક્ષણ પ્રધાન તરીકે મોખરે કાલે નવા પ્રધાનોના શપથગ્રહણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સવારે ૧૦-૦૦ કલાકે કેન્દ્રીય કેબિનેટની પુનઃરચના કરશે અને નવા પ્રધાનો શપથ ગ્રહણ કરશે. અહેવાલો અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા ઓમ માથુરને સંરક્ષણ જેવા મહત્ત્વના વિભાગનો હવાલો સોંપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે કેબિનેટ વિસ્તરણમાં કેેટલાક ચોંકાવનારાં નામો પણ હોઇ શકે છે. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ વિભાગનો હવાલો કોઇ અન્ય પ્રધાનને સોંપશે નહીં, પરંતુ અરુણ જેટલી પાસે જ રાખશે. તેની પાછળનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીનું માનવું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં અરુણ જેટલીએ કેટલાક નિર્ણય લીધા છે જેને આગળ ધપાવવા માટે જેટલીનું સંરક્ષણ મંત્રાલયમાં રહેવું અનિવાર્ય છે.

આ ઉપરાંત કાયદા મંત્રાલય અને કોમ્યુનિકેશન અને આઇટી મંત્રાલયનો હવાલો સંભાળતા રવિશંકરપ્રસાદ પાસેથી કોઇ એક વિભાગની જવાબદારી લઇ લેવામાં આવશે. સુરેશ પ્રભુની રેલવે મંત્રાલયમાંથી વિદાય નિશ્ચિત છે. તેમના સ્થાને નીતીન ગડકરીનું નામ જોરશોરથી સંભળાઇ રહ્યું છે. દરમિયાન વર્તમાન સાત પ્રધાનોએ કેબિનેટ વિસ્તરણ માટે માર્ગ મોકળો કરવા પોતાનાં રાજીનામાં સુપરત કરી દીધાં છે.

કેન્દ્રીય કેબિનેટમાં જદયુ તરફથી રાજ્યસભામાં પક્ષના નેે રામચંદ્રપ્રસાદ સિંહ અને સાંસદ રામનાથ ઠાકુરનું પ્રધાન બનવાનું હવે નિશ્ચિત છે. આ વિસ્તરણમાં નવ પ્રધાનની હકાલપટ્ટી નિશ્ચિત છે. એઆઇએ ડીએમકેના કોઇ એક નેતાને પણ કેબિનેટમાં સ્થાન મળશે

ભ્રષ્ટાચારમાં મોદીનાં એક પ્રધાનની ખુરશી ગઇ
મોદી કેબિનેેટના એક પ્રધાન ગુપ્તચર સંસ્થાઓના રડાર પર હતા અને તેમનો ફોન પણ ટેપ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનનુું નામ તાજેતરમાં પાડવામાં આવેલા હાઇપ્રોફાઇલ દરોડામાં પકડાયેલા ચાર આરોપીઓએ જણાવ્યું હતું. આ આરોપીઓની પ્રધાન સાથે સોદાબાજીની વાતચીત ચાલી રહી હતી. ત્યાર બાદ આ પ્રધાને રાજીનામું આપવાની સૂચના આપવામાં આવી હતી.