Main Menu

રાજસ્થાનથી દારૂ લઈને આવનાર યુવક ઝડપાયો

રાજસ્થાનથી દારૂની બોટલો અમદાવાદ લઇ આવનાર યુવકની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવક રાજસ્થાનનો રહેવાસી છે અને અમદાવાદમાં આ દારૂ આપવા આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગઈકાલે રાતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મેમનગર પાસેના વાળીનાથ ચોક પાસે વાહન ચેકિંગ કરી રહી હતી દરમ્યાનમાં એક રિક્ષા આવતાં પોલીસે તેને રોકી હતી. રિક્ષામાં તપાસ કરતાં પોલીસને ૩૫ જેટલી દારૂની બોટલો મળી આવી હતી. રિક્ષાચાલકની પૂછપરછ કરતા તેનું નામ સુભાષ રામચંદ્ર કતાર (ઉ.વ. 35, રહે. ડુંગરપુર,રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આરોપી રાજસ્થાનથી દારૂ ભરી અને અમદાવાદ લઈને આવ્યો હતો. અમદાવાદમાં કોને માલ ડિલિવરી કરવાનો હતો તે જાણવા પોલીસે તેની ધરપકડ કરી રિક્ષા અને દારૂ મળી રૂ.૧૭૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

નવાઈની વાત તો એ છે કે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી વખતે બોર્ડર પર દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. છતાં છેક રાજસ્થાનથી અમદાવાદ સુધી આરોપી દારૂનો જથ્થો લઈને આવતાં અનેક સવાલો ઊભા થયા છે.સૌથી વધુ દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં આવે છે. રાજ્ય સરકાર દારૂબંધીની વાત તો કરે છે પરંતુ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર જો પોલીસ ચેકિંગ કડક કરી દેવાય તો ગુજરાતમાં આવતો દારૂ રોકી શકાય છે