Main Menu

પુત્રીને નરાધમ પિતાની ચુંગાલમાંથી બચાવવા માતા દરવાજો ખોલી બૂમાબૂમ કરી

રાજકોટ પુત્રી ઉપર શેતાન પિતા દ્વારા દૂષ્કર્મ

 રાજકોટ,તા.29 ઓગસ્ટ 2017, મંગળવાર શહેરના ગંજીવાડા વિસ્તારમાં એક નરાધમે તેની ૧૪ વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાવ્યું હતું. મહિલા પોલીસે ગુનો નોંધી શેતાન પિતાની ધરપકડ કરી હતી.

ભોગ બનનાર તેની માતા સહિતના પરિવારજનો સાથે મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને પી.આઈ. વાઢીયાને આપવીતી જણાવી હતી. તેણે પોલીસને કહ્યું કે, આજથી એકાદ વર્ષ પહેલા તેના પિતાએ તેને રૃમમાં પુરી નિર્વસ્ત્ર કરી મારકૂટ કરી હતી. ત્યારે તે દોડીને બહાર નિકળી ગઈ હતી અને માતાને વાત કરતા તેના પિતાએ તેની માતાને પણ મારકૂટ કરી હતી અને કહ્યું કે, કોઈને વાત કરતી નહીં, નહીંતર મા-પુત્રીને જાનથી મારી નાખીશ.
આ ઘટના બાદ તે પિતાથી દૂર રહેતી હતી. આમ છતાં તેના પિતાએ તેને અને તેની માતાને રૃમમાં પૂરી ત્રણેક વખત લાકડીથી મારકૂટ કરી બળજબરીથી તેને નિર્વસ્ત્ર કરી જાતિય સતામણી કરી હતી. દર વખતે તેની માતા દોડીને બારણું ખોલી નાખતી એટલે તેનો પિતા જતો રહેતો હતો. બદનામીના ડરથી કોઈને આ વાત કરતા નહીં.
ગઈકાલે સવારે તેની દાદી કામે ગયા ત્યારે તે ભાઈ-બહેન સાથે ઉંઘતી હતી. અચાનક તેના નરાધમ પિતાએ તેને ઉઠાડી કહ્યું કે, મારી સાથે ચાલ તેમ કહી ધોકાથી મારતા-મારતા બીજા રૃમમાં લઈ ગયા હતા ને ત્યાં તેની માતાને પણ બોલાવી લીધા બાદ બંનેને ધોકાથી મારકૂટ શરૃ કરી હતી. ત્યારબાદ તેને કપડા કાઢવાનું કહી રૃમની બહાર જતાં રહ્યા હતા. થોડીવાર પછી પરત આવી ફરીથી તેને કપડા કાઢવાનું કહી બારણું અંદરથી બંધ કરી દીધું હતું. તેણે કપડા કાઢવાનો ઈન્કાર કરતા તેની અને માતા ઉપર ધોકાથી હુમલો કરી તેને જમીન પર પછાડી જાતિય સતામણી કરી હતી. તે વખતે તેની માતાએ દોડી દરવાજો ખોલી બહાર જઈ બૂમાબૂમ શરૃ કરતાં તેના પિતા જતાં રહ્યા હતા. આ પછી તેણે પરિવારના સભ્યોને આપવીતી જણાવતા ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.જેના આધારે મહિલા પોલીસે હવસખોર પિતા વિરુદ્ધ દૂષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.