Main Menu

અમરાપર ગામમાં કોળી યુવતિએ શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ તા. ૨૮: બાબરા તાબેના અમરાપર ગામમાં ભારતી બાબુભાઇ ચાવડા (ઉ.૧૮) નામની કોળી યુવતિએ સાંજે શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
આપઘાતનો પ્રયાસ કરનાર ભારતી બે ભાઇની એકની એક મોટી બહેન છે. તેના પિતા બાબુભાઇ બિજલભાઇ ચાવડા બીડી બનાવવાની મજૂરી કરે છે. ભારતીની સગાઇ એક વર્ષ પહેલા બાબરાના હીરાણા ગામના જયસુખ દાસભાઇ કુકવા સાથે થઇ છે અને દિવાળી બાદ લગ્ન નક્કી કરાયા છે. ભારતીના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી મંગેતર જયસુખ ફોનમાં બરાબર વાત કરતો નથી અને ગઇકાલે પણ તેણે ફોન પર વાતચીત દરમિયાન ઝઘડો કરી હવે પોતે ફોન નહિ કરે તેમ કહી દેતાં પોતાને માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધુ હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ અમરેલી પોલીસને જાણ કરી હતી.