Main Menu

જામનગરમાં કારમાંથી દારૂની 102 બોટલ કબ્જે લેતી પોલીસ

28 ઓગસ્ટ. 2017 જામનગરના જયંત સોસાયટી ગોકુલધામ એપાર્ટમેન્ટ પાસે એક બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઇન્ડીકામાંથી અંગ્રેજી દારુની 102 બોટલ મળી આવતા કુલ દોઢ લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો પટેલ કોલોનીનો ગરાસીયા શખ્સ નાસી છુટયો હતો જેની શોધખોળ આદરવામાં આવી છે. જામનગર શહેરમાં દારૂ જુગારની પ્રવૃતીઆે નેસ્તનાબુદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળ તથા મદદનીશ પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી જામનગર શહેર વિસ્તારમાં પ્રાેહી. જુગારની બદી નેસ્તોનાબુદ કરવા માટે સીટી-બી સ્ટાફ પેટ્રાેલીગમા હતા ત્યારે ભગીરથસિંહ અને જોગીદરસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે જયંત સોસાયટીમાં ઇંગલીશ દારૂ ઈન્ડીકા કાર નં. જીજે10ટીટી-8707 માં દારૂની બોટલ નંગ 102 તથા કાર મળી કુલ રૂા. 1.51 લાખના મુદામાલ મળી આવેલ હોય કાર તથા દારુ જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા રે. 9-પટેલ કોલોની વાળાનો હોય ઇસમને પકડવાનો બાકી છે અને તેના વિરુધ્ધ પ્રાેહી કલમ 65ઇ, 116-બી, 98(2) મુજબનો ગુન્હો નાેંધી ઇસમને પકડવા તજવીજ કરવામાં આવેલ છે. ઉપરોકત કાર્યવાહી જામનગર સીટી-બી પી.આઇ. સીટી-બી પીઆઇ સમીર શારડા, સ્ટાફના પ્રતાપસિંહ, ભગીરથસિંહ, જોગીન્દરસિંહ, વનરાજભાઇ, ભાવેશસિંહ, રાજુભાઇ, ઉમેશભાઇ વિગેર દ્વારા કરવામાં આવી હતી.