Main Menu

તળાજા નજીક લકઝરી બસ-છકડા વચ્ચે અકસ્માત છકડાની ગુલાટ

28 ઓગસ્ટ. 2017

સાંખડાસર-1ના બે મહિલા સહીત ત્રણ ઘાયલ

તળાજા-મહુવા હાઇ-વે પર શહેરથી બે કિ.મી.દુર લકઝરી બસ અને છકડા વચ્ચે અકસ્માત સજાર્યેલ. છકડો ગુલાટ ખાઇ જતા તેમાં બેસેલ ત્રણ વ્યિક્તને ઇજા થઇ હતી.
તળાજા 108 પાસેથી અકસ્માતને લઇ મળતી વિગતો અનુસાર નવા શોભાવડના પાટીયા નજીકથી પસાર થતી સીતારામ લખેલી લકઝરી બસ અને છકડા વચ્ચે અકસ્માત સજાર્યો હતો. જેને લઇ છકડા ચાલકે કાબુ ગુમાવતા છકડો ગુલાટ ખાઇ જતા છકડામાં બેસેલ સાંખડાસર-1 ગામના અશ્વિન ભુપતભાઇ ચૌહાણ, કાંતુબેન જશાભાઇ મકવાણા, ઇન્દુબા પરબતસિંહ સરવૈયાને નાની-મોટી ઇજાઆે થવા પામેલ. 108ના પાયલોટ દિગુભા ગોહિલ તથા ઇએમ.ટી દિનેશ દિહોરા દ્વારા સારવાર આપી હોસ્પિટલ ખાતે સારવાર સાથે ખસેડવામાં આવેલ હતા.