Main Menu

તળાજા જમીન પ્રકરણની ફરિયાદના અનુસંધાને મહિલા આરોપીએ આગોતરા મેળવવા કરી અરજી

28 ઓગસ્ટ. 2017

બુધવારે મહુવા એડી.સીવીલ કોર્ટમાં તપાસના કામે મેળવેલ પુરાવાઆે સાથે પોલીસ રહેશે હાજર

તળાજા નગરપાલિકામાં ભુતકાળમાં થયેલ જમીનના લેખને લઇ તેવા નકલી લેખ ઉભા કરી જમીન મેળવવાનો મામલો ડે.કલેકટરના ધ્યાને આવતા સીટી.સર્વેક કર્મચારીઆે 20 દિવસ પહેલા અલગ-અલગ ત્રણ ફરિયાદો નાેંધાવેલ. જેમાંની એક આરોપી મહિલા દ્વારા આગોતરા મેળવવા અરજી કરવામાં આવી છે. જેને લઇ તળાજા પોલીસે પુરાવા મેળવવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા પો.ઇ. એસ.વી.આચાર્યના જણાવ્યા અનુસાર અહીની સીટી.સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વે પર દ્વારા ગત તા.6ના રોજ અહીના પોલીસ મથકમાં શહેરમાં અલગ-અલગ ત્રણ જગ્યાઆેની જમીનને લઇ ન.પા.માં થયેલ ભુતકાળમાં લેખના આધારે બનાવટી લેખ તૈયાર કરી જમીન મેળવવાનો કારસો રચવામાં આવ્યો હોવાની ફરિયાદ આપી હતી.
આ ફરિયાદના પગલે શહેર ભરમાં ભારે ચકચાર જાગી હતી. સાથે તપાસનીશ અધિકારીએ ફરિયાદને લઇ પાલિકામાંથી રેકર્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ સાબેરાબેન નામના મહિલા આરોપી દ્વારા મહુવા િસ્થત એડ.સેશન કોર્ટમાં ધરપકડથી બચવા માટે આગોતરા મેળવવા અરજી કરી હતી. અરજીને લઇ પોલીસને તપાસના કામે આરોપીઆે વિરૂધ્ધ પુરાવા એકઠા કરવાના બાકી હોય બુધવાર તા.31ની મુદ્દા પડી હતી.તપાસનીશ અધિકારીના જણાવ્યા અનુસાર હાલ ત્રણેય ફરિયાદના કામે પુરાવાઆે એકઠા કરવાની તપાસ શરૂ છે. કેટલાંક પુરાવાઆે એકઠા કરવામાં સફળતા મળી હોવાનો પોલીસનો દાવો છે ત્યારે આવનારા દિવસોમાં સીટી.સર્વે આેફીસના કર્મચારીએ નાેંધાવેલી ફરિયાદ ભારે ચકચાર જગાવશે. સાથે તળાજા પંથકમાં જમીન પચાવી પાડવાના થયેલા કારસાઆેને લઇ કાયદાના રક્ષકો કડક હાથે કામગીરી કરશે તેમ લોકોમાં ચર્ચા છે.