Main Menu

ગઢડા આેઇલની દુકાનમાંથી અડધા લાખ રોકડાની ચોરી કરનાર એક ઝડપાયો

 

વેપારીની નજર ચુકવી ટેબલમાંથી રૂા.60,500ની ચોરીમાં સંડોવાયેલા શખ્સ પાસેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેલા અન્ય એકને ઝડપી લેવા હાથ ધરેલી તજવીજ

બોટાદ જિલ્લાના ગઢડામાંµ આેઇલની દુકાનમાંથી આેઇલ ખરીદવાના બહાને આવી દુકાનના ટેબલ પર પડેલા રોકડા રૂપિયા 60,500ની ચોરી કરી નાસી છુટેલા બે શખ્સો પૈકી પોલિસે એક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી ચોરી કરાયેલ રકમ જપ્ત કરી અન્ય એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની ઉપલબ્ધ વિગતો મુજબ ગઢડા તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલા માતૃછાયા બિલ્ડીગમાં રહેતા અને ત્યાંજ આેઇલ અને ગેરેજનો વ્યવસાય કરતા રાજેશભાઇ રતિલાલ દોશીએ ગઢડામાં જ રહેતા ઘનશ્યામ કમાભાઇ દેવીપુજક અને ભાવુ કાના દેવીપુજક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નાેંધાવી હતી કે ઉપરોકત બન્ને શખ્સોએ પોતાની દુકાનમાં આવી આેઇલ ખરીદવાનું કહેતા પોતે આેઇલનો ડબ્બો લેવા દુકાનની અંદર ગયા હતા તે દરમ્યાન બન્ને શખ્સોએ ટેબલમાં રહેલા રોકડા રૂપિયા 60,500ની ચોરી કરી નાસી છુટયા હતા.
રાજેશભાઇ દોશીએ નાેંધાવેલ ફરિયાદના આધારે ગઢડા પોલીસ મથકના પો.સ.ઇ. આર.બી.કરમટીયાએ બન્ને શખ્સો વિરૂધ્ધ ચોરીનો ગુનો નાેંધી હાથ ધરેલી તપાસમાં બે પૈકી ભાવુ કાના દેવીપુજકને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ તેની પાસેથી ચોરી કરાયેલા રોકડા રૂપિયા 60,500 જપ્ત કરી ફરાર બનેલા ઘનશ્યામ કમાભાઇ દેવીપુજકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.