Main Menu

વલ્લભીપુર ટાઉન જુગાર રમતા-૭ ઇસમોને ઝડપી પાડતી પોલીસ

પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબ તથા ઇ.ચા. ના.પો.અધિ.શ્રી માંજરીયા  સાહેબનાઓએ પ્રોહી-જુગાર ની બદી નેસ્ત નાબુદ કરવાની  સુચના આપી હોય જે અન્વયે   વલ્લભીપુર પો.સ્ટે. નાં PSI શ્રી ટી.એસ. રીઝવી  ને બાતમીરાહે હકીકત મળેલ કે વલ્લભીપુર ટાઉન માં ડાવરાવાળા ખાંચામાં , ઇસ્કોન રોડ મુકામે અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી જાહેર માં જુગાર રમે છે જે હકીકત આધારે રાત્રે ક.૧૨/૩૦ રેઇડ કરતા સાત ઇસમો જેમાં (૧) નરેન્દ્રભાઇ  દાદુભાઇ ધેલડા  (ર) ગીરવાનસિંહ ઉદેસિંહ પરમાર (૩) મનોજ શશીકાંતભાઇ ગાબાણી (૪) પ્રતાપ રતનસંગભાઇ પરમાર (પ) શંભુભાઇ અભેસંગભાઇ સોલંકી  (૬) જીતુભાઇ મનજીભાઇ રાઠોડ (૭) હરીભાઇ નારસંગભાઇ પરમાર  રહે. તમામ વલ્લભીપુર વાળા રોકડા રૂા.૨,૯૫૦/- સાથે મળી આવતા જુગાર ધારા કલમ ૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરી અટક કરેલ છે. આ કામગીરી માં પો.કોન્સ. મહેન્દ્રસિંહ ગોહીલ,  પો.કોન્સ. ભગવાનભાઇ સાબંડ,  મયુરસિહ ગોહિલ સાથે મદદ માં હતા.

તસ્વીર :- અજય જાડેજા ભાવનગર/ વલભીપુર






error: Content is protected !!