Main Menu

ચોંસઠ હજારની બનાવટી ચલણી નોટો સાથે બે ઇસમોને ઝડપી લેતી અમરેલી એલ.સી.બી.

નોટબંધી બાદ ચલણમાં આવેલ રૂ.૨૦૦૦/- તથા રૂ.૫૦૦/- ના દરની નવી ચલણી નોટો અંગે હજુ સામાન્‍ય પ્રજા પુરતી માહિતગાર ન હોય અને અસલી તથા નકલી નોટો વચ્‍ચેનો ભેદ સહેલાઇથી પારખી શકાય તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો અસલ ભારતીય ચલણી નોટોની આબેહુબ કલર કોપી કરી નકલી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરવા કાવત્રું કરતાં હોવાની હકીકત ધ્યાને આવતાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. જગદીશ પટેલ દ્વારા અમરેલી જીલ્લામાં બનાવટી ચલણી નોટોની પ્રવૃતિ કરતાં હોવાની શંકા હોય તેવા શકદાર ઇસમો અંગે વોચમાં રહેવા અમરેલી એલ.સી.બી.ને જરૂરી સુચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. 

ગઇ કાલ તા.૦૯/૦૮/૨૦૧૭ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. એ.પી.પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફને બનાવટી ચલણી નોટો અંગે ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમી આધારે બગસરા-અમરેલી રોડ ઉપર અમૃત સર્કલ પાસે વોચ ગોઠવેલ અને વોચ દરમ્‍યાન બગસરા તરફથી જી.જે.૧૪.એ.સી.૬૪૫૦ નંબરનું પેશન પ્રો મોટર સાયકલ ડબલ સવારીમાં આવતાં તેને રોકી ચેક કરતાં મો.સા. ચલાવનાર પ્રતિકભાઇ જગદીશભાઇ નકુમ, ઉં.વ.૨૫, ધંધો.વેપાર, રહે.બગસરા, કુંકાવાવ રોડ, જુના જીનપરા, જી.અમરેલી તથા તેની પાછળ બેસેલ અનિલભાઇ જયંતિભાઇ રૂપારેલ, ઉં.વ.૪૪, ધંધો.વેપાર, રહે.અમરેલી, ચિત્તલ રોડ, ઓમનગર વાળો હોવાનું જાણવા મળેલ અને તે બંને ઇસમોની અંગઝડતી કરતાં પ્રતિકભાઇ જગદીશભાઇની અંગઝડતીમાંથી રૂ.૨૦૦૦/- ના દરની બનાવટી નોટ નંગ ૨૦ તથા અનિલભાઇ જયંતિભાઇની અંગઝડતીમાંથી રૂ.૨૦૦૦/- ના દરની બનાવટી નોટ નંગ ૧૨ મળી કુલ નોટ નંગ-૩૨, કિં.રૂ.૬૪,૦૦૦/- (ચોંસઠ હજાર) ની કિંમતની બનાવટી ચલણી નોટો મળી આવતાં બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી બગસરા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજી કરાવેલ છે. અને આ અંગે એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.એ.પી.પટેલનાઓએ વધુ તપાસ હાથ ધરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.એ.પી.પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફના અબ્દુલભાઇ સમા, પ્રફુલ્‍લભાઇ જાની, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, સાર્દુલભાઇ ભુવા, ઉમેદભાઇ મહેતા, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, રાણાભાઇ વરૂ, કિરણભાઇ સોલંકી, ભાવેશભાઇ બોરીસાગર, મધુભાઇ પોપટ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.