Main Menu

૩ ટકા GST જુના ઘરેણાંને વેચવા પર.

૩ ટકા GST લાગુ જુના ઘરેણાં અથવા સોનું વગેરે વેચવા પર કમાણી થયેલ રકમ પર થશે.

મહેસૂલ સચિવ અઢિયાએ આ જાણકારી આપતા કહ્યું છે કે, જો જુના ઘરેણાં વેચીને તે પૈસાથી નવા ઘરેણાં ખરીદવામાં આવે છે તો GST માંથી ૩ ટકા ટેક્સ ઘટાડવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ સોનીને જુના ઘરેણાંને રીપેર કરવા માટે આપે છે તો આ જોબ વર્ક હશે અને તેના પર ૫ ટકા જીએસટી લાગશે. અઢિયાએ કહ્યું છે કે, ‘પરંતુ જો હું કહું કે મારા જુના ઘરેણાને લઈને તેને ગાળીને મને નવા ઘરેણા આપી દો, તેનો મતલબ થયો કે, વેપારી એક રજીસ્ટર્ડ વ્યક્તિ છે, તેવામાં આ જુના ઘરેણાં તરીકે સોનું ખરીદવા સમાન છે.

દેશમાં ૧ જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવ્યું છે, તેમાં સોનાની ખરીદ-વેચાણ પર ૩ ટકા જીએસટી લગાવવામાં આવ્યું છે, જ્યારે જોબ વર્ક પર ૫ ટકાનાં દરથી જીએસટી લાગુ.

નેટફ્લિક્સથી મૂવી તેમજ ટેલિવિઝન શો ડાઉનલોડ કરવા પર પૂછવામાં આવેલ અઢિયા કહ્યું છે કે, આ અમેરિકન કંપની સેવા ટેક્સની ચુકવણી કરી રહી છે. તેના સ્થાન પર હવે જીએસટી લાગશે. વેબસાઈટ અથવા બ્લોગમાં જાહેરાત આપવા વિશે અઢિયાને કહ્યું છે કે, જો સેવાઓ આપીને પૈસા મેળવ્યા છે તો તેના પર જીએસટી લાગશે.

તે સિવાય દેશની કરોડો મહિલાઓ માટે જરૂરી છે ખબર છે, જુના ઘરેણા વેચવાથી લઈને તેને રીપેર કરાવવા પણ જીએસટી ઈફેક્ટથી તે મોંઘુ પડશે. જોકે, હવે જીએસટી લાગુ થયા બાદ હવે જ્વેલર તમને રિવર્સ ચાર્જ હેઠળ ૩ ટકા જીએસટી લેશે એટલે કે, ૧ લાખનાં ઘરેણા પર ૩ હજાર જીએસટી લાગશે. પરંતુ જો જુના ઘરેણાનાં બદલે નવા ઘરેણા લે છે તો ટેક્સ પરત મળશે. જ્યારે જુના ઘરેણાંનાં રીપેરકામ પર ૫ ટકા જીએસટી ચૂકવવાનું રહેશે. ઘરેણાનાં રીપેરકામ પર સર્વિસ ચાર્જ કરવામાં આવશે.