Main Menu

ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એમ.એમ.લાલીવાલા તથા એસ.એન.ચુડાસમા પો.સબ ઇન્સ.,એલ.સી.બી. તથા સ્ટાફને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની કરવામાં આવતી હેરાફેરીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,
લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન કાન્તિભાઇ મથુરભાઇ રહે.ચિત્રા,પેટ્રોલપંપ પાછળ વાળાએ ચિત્રા,દે.પુ.વાસમાં રહેતાં મુકેશભાઇ હિંમતભાઇ બારૈયાનાં રહેણાંક મકાને પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોવાની બાતમી મળી આવેલ.જે બાતમીરાહે મળેલ હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મકાને મુકેશભાઇ હિંમતભાઇ બારૈયા ઉ.વ.૨૫ રહે.ચિત્રા,મામાનાં ઓટલાવાળી ગલી,દે.પુ.વાસ,ભાવનગરવાળો હાજર મળી આવેલ. તેનાં મકાને જડતી તપાસ કરતાં રસોડામાં રાખેલ તીનનાં ડબ્બામાંથી તથા પ્લાસ્ટીકનાં કોથળામાંથી અલગ-અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૩૮ કિ.રૂ.૧૧,૪૦૦/- તથા બિયર ટીન-૨૪ કિ.રૂ.૨,૪૦૦/-મળી કુલ રૂ.૧૩,૮૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જે ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાનાં ઘરે કાંતિભાઇ મથુરભાઇ બારૈયા રહે.ચિત્રા,ભાવનગરવાળો મુકી ગયેલ હોવાનું જણાવેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.અને ઉપરોકત ઇસમો વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

આમ,ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને ભાવનગર શહેર વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.






error: Content is protected !!