Main Menu

વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

લુંટનાં મુદ્દામાલ સાથે ચાર ઇસમને પકડી લુંટનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા નિલમબાગ પોલીસ સ્ટેશન ટીમ

ગઇકાલ તા.૧૭/૦૧/૨૦૧૭નાં રોજ કોઇપણ બેન્કમાં ધીરાણમાં મુકેલ દાગીના છોડાવવાનીસગવડ ન હોય તેઓને દાગીનાની યોગ્ય કિંમતની આકારણી કરી વ્યાજબી ભાવથી દાગીનાં ખરીદ કરવાની છાપામાં જાહેરાત આપી ધંધો કરતાં જગદિશભાઇ ધીરજલાલ રાજપુરા/સોની ઉર્ફે જગાભાઇ સોની ઉ.વ.૫૭ રહે.પ્લોટ નંબર-૧૨,જગન્નાથ પાર્ક,સુભાષ નગર, ભાવનગરવાળાને ગઇકાલ તા.૧૭/૦૫/૨૦૧૭ બપોરનાં બારેક વાગ્યે મોબાઇલમાં હું ભાવનાબેન બોલુ છું.મે તમારી જાહેરાત ગુજરાત સમાચારમાં વાંચેલ છે.મારે રામમંત્ર મંદીર પાસે આવેલ મન્નાપુરમ ફાઇનાન્સમાંથી એકાદ લાખનાં દાગીનાં ગીરાવ મુકેલ છે.તે છોડાવવાનાં છે.અને તમોને વેચવા છે.તેમ ફોન આવેલ. જેથી તેઓએ તે બહેનને રામમંત્ર મંદિર બોલાવેલ. અને પોતે પોતાની પ્લેઝર મો.સા.નં.GJ-04-CP 2338 ની ડીકીમાં રૂ.૨,૦૦૦/- તથા રૂ.૫૦૦/-નાં દરની નોટોનાં બંડલ એમ કુલ રૂ.૩,૫૦,૦૦૦/-તથા અન્ય કાગળો મુકીને રામમંત્ર મંદિર પાસે આવેલ મન્નાપુરમ ફાઇનાન્સ પાસે ગયેલ. અને બપોરનાં દોઢ વાગ્યાનો સમય થવા છતાં ભાવનાબેન આવેલ નહી. એટલે પોતાનાં ઘરે પરત જતાં રહેલ.અને બપોરના ત્રણેક વાગ્યે ફરીથી ભાવનાબેનનો ફોન આવેલ.જેથી પોતે ફરી રામમંત્ર મંદિર ગયેલ.અને નીચે રોડ ઉપર ભાવનાબેનની રાહ જોઇ ઉભેલ હતાં.ત્યારે સાડા ત્રણેક વાગ્યાનાં સમયે એક નંબર વગરની સ્પ્લેન્ડર મો.સા ઉપર સંસ્કાર મંડળ બાજુ ના રોડેથી આશરે પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરનાં ત્રણ જણાંએ આવી અમારી સાથે કેમ ગાડી ભટકાડેલ છે.તેમ કહીને ઢીકાપાટુ મારી મારકુટ કરવા લાગેલ.અને પોતાનાં પ્લેઝર ઉપર ઉચકી બેસાડી અપહરણ કરવાની કોશીષ કરેલ.પરંતુ તેઓ ગાડીમાં બેસેલ નહી એટલે પોતાને ધક્કો મારી નીચે પાડી દીધેલ.અને પ્લેઝર સ્કુટર તથા મોબાઇલ લઇને આ લોકો હજુ તો તને જાનથી મારી નાખવાનો છે.તેવી ધમકી આપતાં આપતાં તળાજા જકાતનાકા બાજુ ભાગી ગયેલા. ત્યાર પછી દસેક મીનીટ પછી તેઓનું પ્લેઝર દુર મુકી જતાં રહેલ.અને પોતે પ્લેઝરની ડીકી ખોલી જોતાં તેમાં રાખેલ રૂ.૩,૫૦,૦૦૦/- જોવામાં આવેલ નહિ.જેથી તેઓએ ઉપરોકત ત્રણેય ઇસમ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઉપરોકત ફરીયાદ દાખલ કરાવેલ.આ ગુન્હા ની તપાસ વી.એન.રબારી પોલીસ ઇન્સ.,નિલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગરનાંઓએ સંભાળી લીધેલ.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.ઇન્સ. એમ.એમ. લાલીવાલા તથા પો.સબ ઇન્સ. એસ.એન. ચુડાસમા તથા નિલમબાગ પોલીસ સ્ટેશન ડિસ્ટાફને આ લુંટનો ગુન્હો શોધી કાઢવા માટે સુચના તથા માર્ગદર્શન આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.એચ.ઠાકર ના.પો. અધિક્ષક શ્રી,ભાવનગર તથા ભાવનગર એલ.સી.બી.ની ટીમ તથા નિલમબાગ પો.સ્ટે.ની ટીમ એમ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવેલ.અને આ પ્રકારની લુંટનાં ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ ઇસમોની તપાસ શરૂ કરવામાં આવેલ. તેમજ આ માણસોએ બપોરનાં સમયે જાહેર વિસ્તારમાંથી લુંટ કરી ભાગી ગયેલ હોય.જેથી ભાવનગર શહેર વિસ્તારમાં તીસરી આંખ તરીકે કામ કરતાં ’’ નેત્ર ’’ પ્રોજેકટ હેઠળ લગાવવામાં આવેલ કેમેરાનાં કંટ્રોલ રૂમમાં પણ આવી બનાવનાં સમયનાં રેકોર્ડીંગની ચકાસણી શરૂ કરવામાં આવેલ.આ દરમ્યાન ફરીયાદમાં જણાવેલ વર્ણનવાળા ત્રણ ઇસમોની ઓળખ કરાવવામાં આવેલ.જે ઓળખ આધારે આ ત્રણેય ઇસમ (૧) કૌશલ ઉર્ફે કવલો ભોપાભાઇ ચાવડા રહે.માલધારી સોસાયટી, ભાવનગર (૨) ભગવાન ઉર્ફે ભાવેશ ઉર્ફે ભગો ચાવડા રહે.ભાગ્યોદય સોસાયટી, ભાવનગર (૩) વિરાજ ઉર્ફે વિરૂ કિશોરભાઇ યાદવ રહે. શામળદાસ કોલેજ ની સામે, ભાવનગરવાળા હોવાનું જણાય આવેલ.જે આધારે આ ત્રણેય ઇસમને એલ.સી.બી. તથા નિલમબાગ પો.સ્ટે. ડિસ્ટાફની ટીમે નિલમબાગ પોલીસ સ્ટેશન બોલાવી તેઓની પુછપરછ કરતાં તેઓ ત્રણેય ઇસમે ઉપરોકત લુંટ કરેલ હોવાની કબુલાત કરેલ.અને આ લુંટ કરવા માટે તેઓને નારણભાઇ ચોથાભાઇ ભરવાડ રહે.રૂવાવાળાએ પ્લાન બનાવી દીધેલ હોવાનું અને તેઓનાં કહેવા પ્રમાણે લુંટ કરેલ હોવાની કબુલાત કરેલ.જે કબુલાત આધારે (૧) કૌશલ ઉર્ફે કવલો ભોપાભાઇ ચાવડા ઉ.વ.૨૬ રહે.પ્લોટ નં.૧૦૯,માલધારી સોસાયટી, ભરતનગર રોડ,ભાવનગર (૨) ભગવાન ઉર્ફે ભાવેશ ઉર્ફે ભગો કુરજીભાઇ ચાવડા ઉ.વ.૨૫ રહે. પ્લોટ નં.૪૨,ભાગ્યોદયસોસાયટી, તળાજા જકાતનાકા,ભાવનગર (૩) વિરાજ ઉર્ફે વિરૂ કિશોરભાઇ યાદવ ઉ.વ.૨૧ રહે.કવાટર્સ નં.એ/૩૩,શામળદાસ કોલેજની સામે,યુનિવર્સીટી કવાટર્સમાં, ભાવનગર વાળાની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.આ ત્રણેય ઇસમનાં ભાગે આવેલ રૂ.૭૫,૦૦૦/-લેખે કુલ રૂ.૨,૨૫,૦૦૦/- કબ્જે કરવામાં આવેલ.અને આ ગુન્હામાંઉપયોગ માં લેવામાં આવેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. રજી.નંબર-GJ-04-CC 191કિ.રૂ ૨૫,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ છે.

આ ગુન્હાનાં કામે નારણભાઇ ચોથાભાઇ બાબરીયા/ભરવાડ ઉ.વ.૪૮ રહે.નીશાળની પાછળ, છેલ્લી ગલી,રૂવાતા.જી.ભાવનગર વાળાને પણ ધોરણસર અટક કરી તેનાં ભાગે આવેલ રોકડરૂ.૧,૦૪,૫૦૦/- કબ્જે કરવામાં આવેલ છે.

આમ,ભાવનગર એલ.સી.બી. તથા નિલમબાગ પો.સ્ટે.ની ટીમને સંયુકત રીતે ગુન્હો શોધી કાઢવાની મહેનતનાં ફળ સ્વરૂપે ભાવનગર શહેરમાં રામમંત્ર મંદિર પાસે થયેલ લુંટનાં ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીઓને રોકડ રૂ.૩,૨૯,૫૦૦/-તથા મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૩,૫૪,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવાની સફળતા મળેલ છે.આ સફળતામાં ભાવનગર શહેરમાં ’’ નેત્ર ’’ પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલ કેમેરાઓથી મહત્વની કડી મળી આવેલ.જે આધારે તપાસ કરવાથી આ વણશોધાયેલ લુંટનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.


error: Content is protected !!