Main Menu

વડોદરા યુવતીને પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા કર્યો આપઘાત શું લખ્યું સૂસાઇડ નોટ માં

વડોદરાઃ એક યુવતીએ પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના વાઘોડિયા રોડ આવેલા શૈલેષ પાર્કમાં રહેતી મોનિકા ચૌહાણ(ઉ.વ.27)એ આપઘાત કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે પોતાના પ્રેમ પ્રકરણ અંગે ખુલાસો કર્યો છે. મોનિકાના વર્ષ 2015માં મુંબઈ ખાતે લગ્ન થયા હતા, પરંતુ તેના છૂટાછેડા થઈ જતાં તે માતા-પિતા સાથે વડોદરા રહેતી હતી.મોનિકાએ આપઘાત કરતાં પહેલા પોતાના પ્રેમી રિકેશને સંબોધીને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેણે લખ્યું છે કે, બાય.. આઇ.લવ.યુ., રિકેશ. જુઠ કહેતે હો તુમ કી કોઇ કીસી કે લીયે નહીં મરતા, મેરે મરને પર તો યકીન કરોગે ના…સચી જાનુ મેં આપશે બહુત પ્યાર કરતી હું, આપકે અલાવા કુછ નહીં ચાહીયે મુજે, ઔર આપ હી મુજે અપની જાનસે દૂર હોને કો બોલ રહે હો.તેણે આગળ લખ્યું છે કે, મેં કૈસે ભુલા દુ વો સારે પલ, જિસમેં મેંને સહી ઢંગ સે જીના શિખા હો. સોરી…યે મેં નહીં કર સકતી. પર મેરે જીને સે આપકો તકલીફ હોતી હો તો લો મેરી મોત ભી સિર્ફ આપ કે નામ.. બાય.. આઇ લવ યુ., રિકેશ….આપ કી બેબી એમ.આર. ચૌહાણ.શૈલેષ પાર્કમાં રહેતી મોનિકા રમેશભાઈ ચૌહાણના બે વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. આ પછી મોનિકાના જીવનમાં આ જ વિસ્તામાં રહેતો અને દુકાનમાં નોકરી કરતો અપરણીત રિકેશ દોહરી નામનો યુવાન આવ્યો હતો. રિકેશ સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ મોનિકા પણ ખુશખુશાલ રહેતી હતી. પુત્રીની ખુશીમાં પરિવારજનો પણ ખુશ હતા અને તેઓ તેના મનગમતા યુવક સાથે લગ્ન કરાવવા પણ તૈયાર હતા.