Main Menu

કારણ જોહરે ‘Baahubali 2’ પ્રીમિયર વિનોદ ખન્નાનાં સન્માનમાં કેન્સલ કર્યું

જ્યારથી વિનોદ ખન્નાના નિધનની ખબર જ્યારથી મીડિયામાં સામે આવી છે ત્યારથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબેલી છે. તમને જણાવી દઈએ કે, આજે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ ‘Baahubali 2’ નું સ્પેશિયલ પ્રીમિયર મુંબઈ અને દિલ્હીમાં રાખવામાં આવ્યું હતું. જે વિનોદ ખન્નાના દેહાંત પછી કેન્સલ કરી દેવામાં આવ્યું છે. કરણ જોહરે પોતે ટ્વીટ કરી આ વાતની માહિતી મીડિયાને આપી છે કે, ગુરુવારે સવારે બોલીવુડના જાણીતા અભિનેતા વિનોદ ખન્નાનું નિધન થઇ ગયું. એ કારણથી આખા બોલીવુડમાં શોક ફેલાઇ ગયો છે. એની અસર એસ.એસ. રાજમોલીની જોરદાર ફિલ્મ ‘બાહુબલી 2’ ના પ્રીમિયર પર પણ પડી. જી હાં ‘બાહુબલી 2’ નો પ્રીમિયર રદ કરી નાંખવામાં આવ્યો છે.

કરણ જ્હોરએ ટ્વિટ કર્યું, ‘અમારા લોકપ્રિય અભિનેતા વિનોદ ખન્નાના સમ્માનમાં બાહુબલીની પૂરી ટીમએ પ્રીમિયરને રદ કરવાનો નિર્ણય કર્યો છે.’

કરણ જ્હોર, એસ.એસ. રાજમોલી અને બાહુબલીની પૂરી ટીમ તરફથી આ નિવેદન આવ્યું છે, ‘અમે અમારા લોકપ્રિય અભિનેતા વિનોદ ખન્નાના નિધનનું ખૂબ જ દુખ છે. અમારા લોકપ્રિય અભિનેતાના સમ્માનમાં ‘બાહુબલી ધ કન્ક્લૂઝન’ નું પ્રીમિયમ રદ કરીએ છીએ.’

જણાવી દઇએ કે ગુરુવાર રાતે બાહુબલી 2 નો ગ્રેંડ પ્રીમિયર થવાનો હતો, જેના માટે ખાસ લોકોને જોરદાર આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી હતી. આ ફિલ્મનો પ્રીમિયરનું આમંત્રણ ધર્મા પ્રોડક્શનના હેડ કરણ જ્હોર તરફથી મોકલવામાં આવ્યું હતું. આ સંદેશને ગોલ્ડન ઇંકથી લખવામાં આવ્યો હતો

વિનોદ ખન્નાનાં સમ્માનમાં Baahubali 2 નું પ્રીમિયર કેન્સલ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ બાહુબલી-2 આવતીકાલથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેનું સ્પેશિયલ પ્રીમિયર આજે રાત્રે રાખવામાં આવ્યું છે. જ્યાં મીડિયા સિવાય બાહુબલીની ટીમ અને બોલિવુડનાં ફેમસ કલાકાર હાજર રહેવાના હતા.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર વિનોદ ખન્નાનું આજે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. વિનોદ ખન્ના ૭૦ વર્ષના હતા. પ્રાપ્ત માહિત મુજબ, તેઓ ઘણા સમયથી કેન્સર પીડિત હતા પરંતુ તેમના પરિવારે આ વિશે પુષ્ટિ કરી નથી. તાજેતરમાં તેમનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તેઓ વધારે અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, બોલિવુડનાં દિગ્ગજ એક્ટર્સમાં સામેલ વિનોદ ખન્નાની અચાનક તબિયત ખરાબ થવાના કારણે મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વિનોદ ખન્નાનાં શરીરમાંથી પાણી ઘટી જવાના કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. વિનોદ ખન્નાના બે પુત્ર છે અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના. અક્ષય ખન્ના બોલિવુડમાં સક્રિય છે.


error: Content is protected !!