Main Menu

લોક પ્રિય અભિનેતા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની ઉંમરે નિધન

છેલ્લા એક મહિનાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે, દિગ્ગજ અભિનેતા અને રાજનેતા વિનોદ ખન્નાનાં શરિરમાં પાણીની અછતનાં કારણે તેમને થોડા સમય પહેલા ગિરગાંવમાં સ્થિત એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર, 1946માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. વિનોદ ખન્નાની લાઈફ-સ્ટોરી ફિલ્મી વાર્તાથી ઓછી નથી. સાધારણ પરિવારમાંથી આવ્યા બાદ બોલિવૂડ એક્ટર બન્યા અને પછી ઓશોથી પ્રભાવિત થઈને તેમના આશ્રમમાં રહેવાને કારણે ચર્ચામાં રહ્યાં હતાં.મુંબઇ, તા. 27 એપ્રિલ 2017, ગુરુવારફિલ્મ અભિનેતા વિનોદ ખન્નાનું આજે લાંબી બીમારી પછી 70 વર્ષની વયે વિનોદ ખન્નાએ મુંબઇની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો. વિનોદ ખન્નાને 31મી માર્ચે મુંબઇની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ તરફથી એ જ જણાવવામાં આવ્યું હતું કે  તેમના શરીરમાં પાણીની અછત હતી. પરંતુ બોલિવૂડમાં તેમને કેન્સર હોવાની ચર્ચા હતી. વિનોદ ખન્નાએ 1968થી મન કા મીત થકી પોતાની બોલિવૂડ કરિયરની શરૂ કરી હતી અને તેઓ એ સમયના ઘણા હેન્ડસમ કલાકાર પૈકીના એક હતા. વિનોદ ખન્નાએ  મેરાં ગાંવ મેરા દેશ, ઇમ્તિહાન, હાથ કી સફાઈ, લહૂ કે દો રંગ જેવી જાણીતી ફિલ્મસ કરી હતી.  તેઓ 2015માં  દિલવાલેમાં જોવા મળ્યા હતા.

વિનોદ ખન્ના એકસમયે ઓશોના અનુયાયી બની ગયા હતા અન તેજસ્વી કારર્કિદી છોડીને ઓશો સાથે અમેરિકા જતા રહ્યા હતા.  અને જ્યારેતેઓ પૂણેના ઓશઓ આશ્રમની મુલાકાતલેતા થયા ત્યારે તેઓ પ્રોડયૂસર ડિરેક્ટરને કહીને  પોતાની ફિલ્મના શૂટિંગપણ પૂણે નજીક રખાવતા હતા જેતી તેઓ  ઓશોની મુલાકાત લઈ શકે. ઓશોના તેઓ એ હદે અનુયાયી બની ગયા કે તેમણે 31 ડિસેમ્બરે પ્રેસ  કોન્ફરન્સ કરીને નિવૃત્તિ જાહેર કરી દીધી. અન રજનીશ પુરમમાં રહેવા લાગ્યા. ત્યા તેઓ શોચાલય સાફ કરવાથી માંડીને બાગકામ જેવા તમામ કામ કરતા હતા  પરંતુ થોડા સમય પછી આશ્રમમાં પહેલાન જેવુંવાતાવણ ન રહેતા તેઓ અમેરિકાથી પરત આવી ગયા અને ફરીથી ફિલ્મી કારર્કિર્દી શરૂ કરી.વિનોદ ખન્નાએ કમબેક કર્યા બાદ રાજપુત’, ‘દયાવાન’ અને ‘ચાંદની’  જેવી  ફિલ્મો આપી હતી ત્યાર બાદ 1997માં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેમણે 141 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ 70 વર્ષના હતાં.અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી પણ બન્યા હતાં. તેઓ ચાર વખત પંજાબના ગુરદાસપુરથી સાંસદ રહ્યાં હતાં. ..

વિનોદ ખન્નાના અંતિમ સંસ્કાર આજે 5 વાગે વરલી સ્થિત સ્માશાનમાં કરવામાં આવશે. હોસ્પિટલમાંથી વિનોદ ખન્નાના પાર્થિવ દેહને તેમના મલાબાર સ્થિત ઘર પર લઈ જવામાં આવ્યો છે અને ત્યાંથી અંતિમ યાત્રા નીકળશે. વરલી સ્મશાન ઈલેક્ટ્રિક હોવાથી અહીંયા વિનોદ ખન્નાના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય પરિવારે લીધો છે.

વિનોદ ખન્ના એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બ્લેડ કેન્સરથી પીડાઇ રહેલા વિનોદ ખન્નાની તબિયત ગઇ કાલે રાતે વધારે લથડી હતી. તેઓને ગત રાતથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને તેઓ દર્દથી કણસી રહ્યા હતા. આજે સવારે તેમને વેન્ટિલટેર પર પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેમના એક પછી એક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ.

વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર 1946ના રોજ થયો હતો. તેમણે 1968થી 2013 દરમિયાન 141 જેટલી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. વિનોદ ખન્નાએ મેરે અપને, મેરા ગાંવ મેરા દેશ, અમર અકબર એન્થની, ઇનકાર, કુરબાની, કારનામા જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિનોદ ખન્ના છેલ્લે શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલેમાં શાહરૂખના પિતાના રોલમાં જોવા મળ્યા હતા. વિનોદ ખન્નાએ કરિયરના શરૂઆતના તબક્કામાં સપોર્ટિગ એક્ટર તેમજ નેગેટિવ એક્ટરની ભૂમિકા ભજવી હતી.તે બોલિવુડના એક્ટર હોવાની સાથે સાથે પંજાબની ગુરદાસપુર પરથી ભાજપના સાંસદ રહ્યા હતા.

ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરે કહ્યું કે, ”લિજેન્ડરી વિનોદ ખન્નાનું અવસાન થતા અમને દુ:ખ થયું છે. તેમની ખોટ હંમેશા વર્તાશે. તેમનું અવસાન અમારા બધા માટે એક દુ:ખદ ઘટના છે. તેમને આદર આપતા અમે ‘બાહુબલીઃ ધ  કન્ક્લુઝનનું’ ગ્રાન્ડ પ્રીમિયર કેન્સલ કરીએ છીએ.”

વિનોદ ખન્નાના અવસાનના સમાચાર મળતા અમિતાભ બચ્ચન સરકાર 3 માટેનો ઇન્ટરવ્યુ અધવચ્ચેથી છોડીને તેમના પરિવારને મળવા પહોંચી ગયા હતા.

PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને એક્ટર વિનોદ ખન્નાને શ્રદ્ઘાંજલિ આપતા કહ્યું કે, ”એક પ્રસિદ્ધ અભિનેતા, સમર્પિત નેતા અને અદ્દભુત માણસ તરીકે વિનોદ ખન્ના હંમેશા યાદ રહેશે. તેના નિધનથી દુઃખ થયું. મૃતકને મારી શ્રદ્ધાંજલિ.”


error: Content is protected !!