Main Menu

ઇંગ્લીશ દારૂ સહિત કુલ રૂ.૨૫,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એમ.એમ.લાલીવાલા તથા એસ.એન.ચુડાસમા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની કરવામાં આવતી હેરાફેરીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન કાળુભાઇ ઉર્ફે અરવીંદ નટુભાઇ બારૈયા રહે. મોગલમાંનાં મંદિર ની સામેનાં ખાંચામાં, વી.આઇ.પી. પાર્કની સામે,મોતીતળાવ રોડ,ભાવનગરવાળાનાં રહેણાંક મકાને પરપ્રાંત બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી આવેલ.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં મકાને કાળુભાઇ ઉર્ફે અરવીંદ નટુભાઇ બારૈયા રહે.ભાવનગરવાળા હાજર મળી આવેલ. અને તેઓનાં મકાને જડતી તપાસ કરતાં નીચે મુજબનો અલગ-અલગ પરપ્રાંત બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા મોબાઇલ મળી આવેલ.

1. રોક એન્ડ સ્ટ્રોમ રેવોલ્યુશન એકસ્ટ્રા ડ્રાય જીન ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૪૫ રૂ.૧૩,૫૦૦/-
2. વાઇટ મીસ ચીફ અલ્ટ્રા પ્યોર વોડકા ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦/-
3. રોક એન્ડ સ્ટ્રોમ ડીલકસ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૩૫ રૂ.૧૦,૫૦૦/-
4. સીગ્રામ્સ બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૩ રૂ.૯૦૦/-
5. સેમસંગ કંપનીનો મોડલ નં.SM-8310 E મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/-

આમ,કુલ રૂ.૨૫,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.આ ઇંગ્લીશ દારૂ તેઓને કલ્પેશ ઉર્ફે આપા બહાદુરભાઇ આહિર રહે.ભાવનગરવાળા કારમાં લાવી આપી ગયેલ હોવાનું જણાવેલ.જે બંને વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

આમ,ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને ભાવનગર સીટી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.અને પકડવાનાં બાકી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.