Main Menu

ભાવનગર નવાગામ પ્રેમી યુગલે સજોડે આપઘાત કરી જીવન ટુકાવ્યું

ભાવનગર શહેરના સીમાડા પરના વરતેજ તાબાના નવાગામમાં રહેતાં પ્રેમીયુગલે આજે વહેલી સવારે વાડીમાં લીમડાના ઝાડા સાથે વાયર વડે સજોડે ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લેતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો. અને ઘટના સ્થળે લોકોના ટોળાં  ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં વરતેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ બન્નેના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે વરતેજ હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા.આ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વરતેજ નજીકના નવાગામમાં રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં રત્નકલાકાર પ્રફુલભાઈ દીનેશભાઈ બારૈયા (ઉ.વ.ર૧)ને ગામમાં જ રહેતી અઢાર વર્ષીય યુવતી કિરણબેન નાનજીભાઈ મકવાણા વચ્ચે પ્રેમ સબંધ બંધાયેલા પરંતુ બન્ને જણા ના પરીવાર ને આ સંબંધ મંજુર નહિ થાય તેવા ભય થી બન્ને એ સાથે મળી મોતને ટૂંકાવ્યું હતું આ અંગે વરતેજ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હે.કો.એમ.ઓ.ગોહિલે હાથ ધરી છે.