Main Menu

તાપી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી, 2 બાળક સહિત 3ના મોત, 5 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

તાપીમાં પ્રાથમિક શાળાની દિવાલ અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. ત્રણના મોતના પગલે વાલીઓ દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 5થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના ઉચ્છલના મીરકોટ ગામમાં આવેલી પ્રાથમિક શાળાની દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જેથી શાળામાં ભાગદોડ મચી ગઈ હતી. શાળામાં રસોઈ બનાવતી એક મહિલા અને બે બાળકીઓના મોત નિપજ્યા છે. જેની જાણ થતાં બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 5થી વધુ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જેથી તમામ ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.