Main Menu

પાલિતાણા ડ્રાયવરે મજૂર મહીલા પર બસ ચડાવી દીધી ઘટના સ્થળે મોત

ભાવનગર ના પાલીતાણા બસસ્ટેન્ડમાં બસના ડ્રાઈવરે બેફિકરાઈ થી બસ ચલાવી અને ગોધરા થી મજુરી કરવા આવેલ એક પરિવારના ત્રણ સભ્યો પર બસ ચડાવી દેતા એક નું ઘટના સ્થળે કરુણ મોત નીપજયું હતું જ્યારે અને બે ને ગંભીર ઈજા થઈ હતી, આટલું જ નહિ પરંતુ બસ ના ડ્રાઈવર કંડકટરે માનવતા નેવે મૂકી હોય તેમ અકસ્માતમાં ભોગ બનેલ ત્રણેય વ્યક્તિઓને તરફડતા મુકીને ભાગી ગયા હતા મજુરી કરવા આવેલ  પરિવાર વહેલી સવારે છોટા ઉદેપુર નું બસ માંથી થી ઉતરી અને બસ સ્ટેન્ડમાં તેમના સમાન સાથે બેઠા હતા ત્યારે પાલીતાણા-ટાણા રૂટ ની બસ ના બસ ચાલક બસ ને પ્લેટફોર્મ પર મુકવા જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે બેફિકરાઈ થી બસ ને ચલાવી ને પ્લેટફોર્મ નજીક બેઠેલ આ પરિવારના ત્રણેય સભ્યો પર બસ ચડાવી દીધી હતી જેમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, આટલું જ નહિ પણ આ બસ ના ડ્રાઈવર અને કંડકટરે માનવતા નેવે મૂકી હોય તેમ અકસ્માત સર્જી અને અકસ્માતમાં ભોગ બનનાર લોકોને બસ નીચે જ તરફડતા મૂકી અને ભાગી ગયા હતા,આટલું જ નહી પોલીસ,એસટી ના અન્ય કર્મચારીઓ તમામે માનવતા નેવે મૂકી હોય તેમ બસ સ્ટેન્ડ માં રહેલ અન્ય મુસાફરોએ અને રાહદારીઓએ ૧૦૮ ને જાણ કરી હતી પરંતુ ૧૦૮ અન્ય કેસમાં ગઈ હોય અડધો કલાક સુધી ઈજાગ્રસ્ત ત્યાં જ તરફડીયા મારતા રહ્યા આખરે મુસાફરોએ તેને રીક્ષામાં લઈ જઈ પાલીતાણા માનસિહજી હોસ્પીટલમાં ખસેડ્યા હતા જો કે તેમની હાલત ગંભીર હોય તેઓને વધુ સારવાર માટે ભાવનગર ની સર.ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.જો કે પરિવારના એક સભ્ય નું મોત નીપજ્યું હતું તેમજ અન્ય બે ગંભીર હાલતે હોય હજુ તેઓ ની ઓળખ થઈ નથી.