Main Menu

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન માટે ફિલ્મોમાં કેટલાક ખાસ પ્રકારના રોલ અને સીનની અપેક્ષા કરવામાં આવે છે. તે કહે છે કે સાચું કહું તો મારા માટે બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. મને સ્ક્રિપ્ટ આપવામાં આવે તે સમયે હું તમામ પાસાંનો વિચાર કરું છું. મારી પાસે શું માગણી કરવામાં આવી રહી છે અને શું હું તેના માટે તૈયાર છું એ વાત હું પહેલાં નક્કી કરી લઉંં છું. એક વખત જ્યારે હું કોઇ સીન કે ફિલ્મ માટે હા કહી દઉં પછી હું સેટ પર કોઇ પણ પ્રકારનાં નખરાં કરતી નથી. હું એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખું છું કે મારે જે પણ કરવાનું છે તેના પર પહેલાં જ તમામ વાતો થઇ જાય. મને પછીનું ટેન્શન કે ડ્રામા ગમતાં નથી.

સની લિયોન સારું હિંદી બોલી શકે છે, જ્યારે તેના પહેલાં વિદેશથી બોલિવૂડમાં આવેલી અભિનેત્રી હજુ સુધી યોગ્ય રીતે હિંદી બોલી શકતી નથી. સની કહે છે કે હું દિલથી હિંદી બોલવા ઇચ્છું છું. હું પંજાબી પણ વાંચી-લખી શકું છું. મને લાગે છે કે મને હિંદી ભાષા આવડવી જોઇએ, કેમ કે હું હિંદી ફિલ્મોમાં કામ કરી રહી છું, અંગ્રેજી ફિલ્મોમાં નહીં. મને લાગે છે કે જ્યારે ભાષાનો અવરોધ હોતો નથી ત્યારે તમારા માટે આસપાસની વસ્તુઓ સમજવી સરળ હોય છે. મેં આમિર ખાનને ફોન કર્યો અને કહ્યું કે હું હિંદી શીખવા ઇચ્છું છું. એક ઈન્ટરવ્યૂમાં સનીએ કહ્યું હતું કે મોટા મોટા અભિનેતાઓ તેને એટલે રિજેક્ટ કરે છે કે તેમની પત્નીઓ ઇચ્છતી નથી કે તેઓ મારી સાથે કામ કરે. સની કહે છે કે હું માનું છું કે જ્યારે પતિ-પત્ની વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત હોય ત્યારે તેઓ અસુરક્ષા અનુભવતા નથી. ઘણા જાણીતા કલાકારોએ મને હીરોઇન તરીકે એ જ કારણથી રિજેક્ટ કરી હતી. હવે હું તેમને કેવી રીતે સમજાવું કે મને કોઇના હસબંડમાં કોઇ રસ નથી, કેમ કે મારી પાસે હોટ હસબંડ છે.