Main Menu

બાહુબલી ૨ ભવ્ય પ્રીમિયર આંતરરાષ્ટ્રીય પ્રીમિયરને ટક્કર આપતા ભવ્ય આયોજન

બાહુબલી  રિલીઝ થવામાં બસ હવે થોડા જ દિવસ બાકી છે અને તેવામાં ફિલ્મ બાહુબલી એક શાનદાર પ્રીમિયર માટે તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાનો દાવો છે કે, ૨૭ એપ્રિલે મુંબઈમાં આયોજિત થનાર આ ભવ્ય પ્રીમિયર આંતરરાષ્ટ્રીય પ્રીમિયરને ટક્કર આપતા નજર આવશે. આ ભવ્ય આયોજનમાં પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવવાની સંભાવના છે. તેની સાથે ટીમ બાહુબલી ભવિષ્યમાં ભારતીય પ્રીમિયર માટે તેને એક ઉદાહરણ બનાવવા માટે ઉત્સુક છે. ફિલ્મના પ્રીમિયર માટે એક શ્રેષ્ઠ રેડ કાર્પેટની યોજના બનાવવામાં આવી છે. ૨૭ એપ્રિલે તે રંગીન સાંજને ધ્યાનમાં રાખી આ ફિલ્મના સેટથી મોટા પ્રોજેક્ટ અને કલાકૃતિઓ પહેલાથી ખરીદી લેવામાં આવી છે જેથી આ સમારોહને વધારે આકર્ષિત બનાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને ‘બાહુબલી ૨’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે ‘બાહુબલી’ અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, ‘બાહુબલી ૨’ માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.


error: Content is protected !!